Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાંસોટના ઉત્તરાજ ગામ નજીક ભાડભુત બેરેજ યોજના પાસે યુવાનનું ડુબી જતાં મોત.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લામાંથી પસાર થતી નર્મદા નદીમાં અવારનવાર ડૂબી જવાથી મોત થવા અંગેની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે તેવામાં વધુ એક ઘટના આજે સામે આવી છે, જેમાં એક વ્યક્તિનું નર્મદા નદીમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું.

હાંસોટ તાલુકાના ઉતરાજ ગામ નજીક ચાલી રહેલ ભાડભૂત બેરેજ યોજના પાસે હાંસોટના રામનગર વિસ્તારમાં રહેતા ભીખાભાઈ મિસ્ત્રી નામક યુવકનું નર્મદા નદીના વહેણમાં ડૂબી જતાં તેઓનું મોત નીપજ્યું હતું, જે બાદ ઘટના અંગેની જાણ અંકલેશ્વર નગર પાલિકાના ફાયર ફાયટરોએ કરાતા ફાયરના જવાનોએ નદી વચ્ચેથી મૃતકની લાશને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બહાર કાઢી હતી.

Advertisement

હાલ સમગ્ર ઘટના અંગેની જાણ હાંસોટ પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે મૃતકની લાશનો કબ્જો લઇ તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી સમગ્ર મામલા અંગેનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે, હાલ આ યુવક કઈ રીતે ડૂબ્યો અથવા પગ લપસી જતા ઘટના બની છે કે કેમ તે અંગેના કારણો સામે આવી શક્યા નથી, જોકે મામલે પોલીસે વધુ તપાસ હાથધરી છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

અંકલેશ્વર સહયોગ હોટલ પાસે આવેલ નેશનલ હાઇવે ઉપર ફોરવીલ ગાડી ને ટેમ્પોની ટક્કર વાગતા ફોરવિલ ગાડી ડીવાઈડર ઉપર ચડી.ડ્રાઇવર શહીદ પરિવારજનોનો બચાવ…

ProudOfGujarat

વિધાનસભા ચૂંટણીઓ પહેલા સ્ટાર પ્રચારકોના ઓક્ટોબરથી ગુજરાતમાં ધામા, વિવિધ રાજકીય પક્ષો લાગ્યા તૈયારીઓમાં.

ProudOfGujarat

વડોદરાના બિઝનેસમેન એ ભાવિ પત્નીને ચાંદ પર એક એકર જમીનની આપી ગિફ્ટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!