સમગ્ર દેશમા રાવણ દહન દશેરાના દિવસે થાય છે પણ એકમાત્ર રાજપીપળામા દશેરાના બીજે દિવસે અગીયારસને દિવસે રાવણનું દહન થાય છે પણ આ વર્ષોની પરંપરા છે.
સંસ્કાર યુવક મંડના પ્રમુખ મહેશભાઇ કા.પટેલે જણાવ્યુ હતુ કે અમારા કાછીયાવાડ વિસ્તારમાથી દર વર્ષે નીકળતી રાવણની શોભાયાત્રા નીકળે છે અને રાવણના પૂતળાનુ દહન પણ થાય છે. રામે રાવણનો વધ દશેરાના દિવસે કર્યો હતો પણ હિન્દૂ શાસ્ત્રોક્તવિધિ પ્રમાણે રાત્રે અગ્નિદાહ આપી શકાય નહીં તેથી બીજે દિવસે એટલે કે અગિયારસના દિવસે રાજપીપળામા રાવણ દહન કરવાની પ્રથા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમા રાવણ દહન દશેરાના દિવસ થાય છે પણ એકમાત્ર રાજપીપળામા દશેરાના બીજે દિવસે અગીયારસના દિવસે રાવણનું દહન થાય છે. આ વર્ષે પણ અગિયારસે રાજપીપળામા દશેરાના બીજે દિવસે રાવણનું દહન થયુ હતુ. જેમા રાજપીપળામાં રાવણની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, અને ગામમા ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી. જેમાં દર વર્ષે રાજપીપળામાં ૧૫ ફૂટ ઉચા રાવણને શણગારી ટ્રેકટરની ટ્રોલી પર સજાવી આખા ગામમા ફેરવી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, અને શોભાયાત્રા ગામમાં ફરીને મોડી સાંજે કુંભારવાડમા નીચે પહોચી આતશબાજી સાથે રાવણના પૂતળાનુ દહન કરાયું હતુ.
તિલકવાડા ટાઉનમા વિજયા દશમી દશેરાના દિવસે મોગલાઈ માતાના મંદીર ખાતે રાવણ દહનનો કાર્યક્રમ રાખવામા આવેલ હતો. આ કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે થયો હતો. જેમા આશરે ૫00 થી ૭00 જેટલી જનમેદની ભેગી થયેલ હતી. સદર કાર્યક્રમ દરમ્યાન પુરતો પોલીસ બંદોબસ્ત રાખવામા આવેલ હતો.
દીપક જગતાપ, રાજપીપલા