દેશના યુવાનોને ડ્રગ્સ અને નશીલી પદાર્થોનું સેવન વધે અને તેનાથી નુકશાન થાય તે માટે દુશ્મન દેશ જુદી જુદી રીતે દેશમાં ડ્રગ્સ તેમજ અન્ય નશીલો પદાર્થ લાવવાનું કાવતરું ઘડાયું હતું જોકે આ ખરાબ કારોબારનો આજે મુંબઈ એરપોર્ટ પરથી પર્દાફાશ થયો હોય. આ અગાઉ ગુજરાતમાં પણ ડ્રગ્સ માફિયા સક્રિય થયા હતા. જોકે આ આરોપીને પકડીને તેની સઘન પૂછપૂરછ કરવામાં આવશે.
મુંબઈ એરપોર્ટ પર કેરળના એક મુસાફર પાસેથી 80 કરોડની કિંમતનું 16 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI)એ આ કાર્યવાહી કરી છે. ડીઆરઆઈના એક અધિકારીએ આજે જણાવ્યું હતું કે ગુપ્તચર માહિતીના આધારે ગઈકાલે આ મુસાફરને શોધ માટે રોકવામાં આવ્યો હતો. જ્યારે તેના સામાનની તલાશી લેવામાં આવી ત્યારે તેના કબજામાંથી પ્રતિબંધિત પદાર્થ મળી આવ્યો હતો. ડીઆરઆઈ અધિકારીએ જણાવ્યું કે આરોપીઓ ડ્રગને ટ્રોલી બેગમાં છુપાવીને લાવ્યા હતા. કેસમાં કેરળના રહેવાસી આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તપાસ ચાલુ છે, છેલ્લા ઘણા દિવસથી કોઈ પણ રીતે ભારતમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવે છે.