Proud of Gujarat
INDIAFeaturedGujarat

અમદાવાદમાં મેટ્રોનો આજથી વધુ એક રૂટ શરુ, એપીએમસીથી મોટેરા વચ્ચે શરુ થઈ ટ્રેન

Share

અમદાવાદમાં આજથી મેટ્રોનો વધુ એક રૂટ શરુ કરવામાં આવ્યો છે. મેટ્રોના રુટની સવારી થલતેજથી વસ્ત્રાલ સુધી મુસાફરો કરી રહ્યા હતા ત્યારે મુસાફરોની મુસાફરીમાં વધારો કરતો વધુ એક રુટ શરુ કરવામાં આવ્યો છે. મેટ્રોનો અમદાવાદ ફેઝ 1 નો પ્રારંભ થઈ ચૂક્યો છે. ત્યારે ફેઝ વનમાં આ બે મોટા રુટ જે પૂર્વથી લઈને પશ્ચિમને જોડે છે તેની શરુઆત કરવામાં આવી છે.

વહેલી સવારથી જ લોકો મુસાફરી કરતા નજરે પડ્યા હતા. મેટ્રોના પ્રથમ રુટમાં થલતેજથી વસ્ત્રાલ સુધીમાં પ્રથમ દિવસે જ એક સાથે 40 હજાર જેટલા લોકોએ અંદાજિત મુસાફરી કરી હતી. ત્યારે મેટ્રોના બીજા રુટમાં પણ મોટી સંખ્યામાં મુસાફરો મુસાફરી કરશે.

Advertisement

વાસણા એપીએમસીથી મેટ્રોનો પ્રારંભ થતા વિવિધ રુટ જેવા કે ઉષ્માનપુરા, વિજયનગર, વાડજ, પાલડી, રાણીપ, સાબરમતી, મોટેરા સહીતના રુટનો સમાવેશ થાય છે. જેથી મુસાફરોની મુસાફરી હવેથી આસાન બની રહેશે.

અમદાવાદમાં મેટ્રોનો પ્રથમ રુટ 2 ઓક્ટોબરથી શરુ કરાયો હતો ત્યારે આ બીજો રુટ તેના 4 દિવસ બાદ શરુ કરાયો છે. આજથી વધુ એક રુટ શરુ થતા લોકોની મુસાફરીની સવલતોમાં પણ ધીમે ધીમે તેના કારણે વધારો થશે.


Share

Related posts

ભરૂચ-વિરોધ કરનારા લોકો પર થઇ પોલીસ ફરિયાદ-પાલિકા પ્રમુખ જ પોતાના વોર્ડ માં અસલામત…

ProudOfGujarat

ભરૂચ શહેરમાં લોક ડાઉન 4 માં મળેલી છૂટને પગલે ફરીવાર શહેરમાં વાહન વ્યવહાર ધમધમતો થતાં વિવિધ રસ્તા ઉપર ટ્રાફિક જામનાં દ્રશ્યો સર્જાયા હતા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં વધુ ચાર કેસ પોઝિટિવ આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!