માતર તાલુકાના ઉઢેલા ગામમાં આઠમની રાત્રે ગરબાને લઈને બબાલ થઈ હતી. ત્યારે નડિયાદ ટાઉનમાં પોલીસ કર્મચારી તરીકે ફરજ બજાવતા રાકેશભાઈ જશંવતભાઈ ગઢવી તેમના માતર ખાતેથી બંદોબસ્તની વહેંચણી પુરી થતાં તેઓ ઉઢેળા જવા બાઈક લઈને નીકળયા હતા. જે માતર નજીક પરિશ્રમ ફાર્મ પાસેથી હાઈવે પર જવા માટે રોડની સાઈડમાં બાઈક લઈને ઉભા હતા. ત્યારે નડિયાદ તરફથી આવતા કારચાલકે તેની ગાડીને ગફલતભરી રીતે પૂરઝડપે હંકારી રોડ ક્રોસ કરવા ઉભેલાં બાઈક ચાલકને ટક્કર મારતા રાકેશભાઈ ગઢવીને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થતા તેમને ખેડા જનરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જયાં ફરજ પરના મેડિકલ ઓફિસરે તેમને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે માતર પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement