ભરૂચ જીલ્લાના ઝઘડિયા સ્થિત આદિવાસી સેવાલય એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સંસ્થા સંચાલિત શાળા નજીકથી પસાર થતાં ધોરીમાર્ગ પર સ્પિડ બ્રેકરો બનાવવા માંગ કરવામાં આવી છે. સંસ્થા સંચાલિત સેંટ ઝેવિયર્સ હાઇસ્કુલ, સેંટ જોસેફ ઇંગ્લીશ મિડીયમ શાળા તેમજ છાત્રાલય આવેલ છે. આ શાળા અંકલેશ્વર રાજપિપલાના મુખ્ય ધોરીમાર્ગને અડીને આવેલ છે. આ સંસ્થા સંચાલિત શાળામાં કુલ ૧૨૦૦ જેટલા વિધ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સંસ્થા નજીકથી પસાર થતાં ધોરીમાર્ગ પર અવારનવાર નાનામોટા અકસ્માત થતા હોય છે. ત્યારે સંસ્થા દ્વારા ઝઘડિયા પ્રાન્ત અધિકારીને લેખિતમાં રજુઆત કરીને આ સ્થળે શાળાના ગેટ નજીક ગતિ અવરોધકો બનાવાય એવી માંગ કરવામાં આવી છે. સંસ્થા દ્વારા રજુઆતની નકલ ઝઘડિયા તાલુકા વિકાસ અધિકારી તેમજ ઝઘડિયા પોલીસ ઇન્સપેક્ટરને મોકલીને આ બાબતે યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.
ગુલામહુશેન ખત્રી રાજપારડી જી.ભરૂચ
ઝઘડિયાની સેંટ ઝેવિયર્સ હાઇસ્કુલ શાળા નજીક ધોરીમાર્ગ પર સ્પિડ બ્રેકરો બનાવવા માંગ.
Advertisement