આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવા જઈ રહી છે, રાજ્યમાં વિવિધ રાજકીય પક્ષોએ જે તે વિધાનસભા મત વિસ્તાર માટે પોતાના મુરતિયાઓને મેદાનમાં ઉતારવા માટે હજારો દાવેદારોની સેન્સ પક્રિયા પૂર્ણ કરી છે, ત્યારે કેટલીય એવી રાજકીય પાર્ટીઓ છે, જેમાં એક વિધાનસભા બેઠક પર પાર્ટીમાં સિમ્બોલથી ચૂંટણી લડવા અનેક દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી દઈ ચૂંટણી ઉમેદવારોની સત્તાવાર જાહેરાત પહેલા પોતાના રાજકીય ગોડફાધરોના સતત સંપર્ક વધાર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ભરૂચ જિલ્લામાં પણ રાજકીય પક્ષો માટે આગામી ચૂંટણીઓમાં ઉમેદવારો ઉભા રાખવા માટે આ વખતની ચૂંટણી મુંજવણ સમાન બની છે,રાજકીય પાર્ટીઓમાં કાર્યાલયોમાં લેવાયેલ ઉમેદવારોને સેન્સ પક્રિયામાં જે તે વિધાનસભાની એક બેઠક માટે અનેક લોકોએ દાવેદરી નોંધાવી છે, જે બાદ સતત પાર્ટી કાર્યાલયોમાં કાર્યકરો વચ્ચે દિવસ પડેને નવું નામ સામે આવતું હોય તેવો રાજકીય માહોલ ચાલી રહ્યુ હોવાનું જાણવા મળી રહ્યું છે.
આને મળશે તો આપણે નિષ્ક્રિય, આ ચાલે પેલો ના ચાલે, જ્ઞાતિ આધારિત આ ફિટ બેસે, આ વખતે તો આને જ ચાન્સ અપાય, હવે પ્રજા એને સ્પોર્ટ નહિ કરે, પાર્ટીએ જીતવું હોય તો આ વ્યક્તિ બધી રીતે સક્ષમ છે, તેવા અનેક સવાલોનો મારો અગ્રણી નેતાઓ સુધી દિવસ પડે ને પહોંચી રહ્યો છે અને કાર્યકર્તાઓમાં ચર્ચાઈ રહ્યો છે. તેવામાં હવે જોવું રહ્યું કે જે તે રાજકીય પાર્ટીઓ પોતાના ઉમેદવારો ક્યારે અને કંઈ રીતે સત્તાવાર જાહેર કરે છે, કારણ કે જો જે તે બેઠક જીતવી હોય તો રાજકીય પાર્ટીઓ એ પ્રથમ પોતાના કાર્યલયમાં થતી નારજાગીઓનો અંત લાવવો પડતો હોય છે, તે બાદ જ પોતાના મુરતિયાઓને પ્રજા સમક્ષ મોકલવા પડતા હોય છે, નહિ તો પ્રજા સુધી પાર્ટીનો આંતરિક ઝઘડો પહોંચે તો સીધો પાર્ટીઓને જ નુકશાન થાય તેમ માનવામાં આવી રહ્યું છે, એટલે કે હવે રાજકીય પાર્ટીઓ માટે વર્તમાન સમયમાં છાશ પણ ફુંકી ફુંકીને પીવી પડે તેવી સ્થિતીનું સર્જન કાર્યાલયોમાં થયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744