ગત તારીખ 3/10/2022 સોમવારના રોજ સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાનો દ્ધારા એક આવેદનપત્ર દાહોદ ખાતે આપવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું હતું કે પાછલા એક મહિનાથી 5 જેટલી મુસ્લિમ દીકરીઓને ભરૂચ જિલ્લામાથી અન્ય ધર્મના યુવાનો ભગાડી જતા સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્ધારા સતત એક મહિના સુધી આ દીકરીઓને શોધવા માટે પ્રયાસો કરેલા હતા.
તે દરમિયાન આ દીકરીઓના મેરેજ સર્ટીફિકેટ હાથે લાગતા સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાનો અને દીકરીઓના માં-બાપ તથા મુસ્લિમ સમાજના નવયુવાનો દ્ધારા દાહોદ મુકામે જઇ તપાસ કરતા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મારગાળા ગામના તલાટી દ્ધારા મુસ્લિમ દીકરીઓનુ ગેરકાયદેસર રીતે કાયદો હાથમા લઇને અન્ય ધર્મના યુવાનો સાથે ખોટા મેરેજ રજીસ્ટર કરી સર્ટીફિકેટ બનાવી આપલા છે.
તે બાબતે સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજના આગેવાનો તથા દીકરીઓના માં-બાપ અને મુસ્લિમ સમાજના નવયુવાનો દ્ધારા મારગાળા ગામના તલાટી વિરોધ 2 જેટલી લેખિત ફરિયાદ દાહોદ જિલ્લાના કલેક્ટર સાહેબને આપેલ અને ત્યારબાદ દાહોદ જિલ્લાના ડી.ડી.ઓ સાહેબ તથા દાહોદના જિલ્લાના એસ.પી સાહેબને આ તલાટી સસ્પેન્ડ કરવામા આવે અને તેની સામે ફોજદારી રાહે પોલીસ ફરિયાદ કરી તેની ધરપકડ કરવામા અને તલાટી તથા તેને સાથ આપનાર તમામ લોકો સામે કાયદેસર રીતે કાર્યવાહી કરી ગુનો દાખલ કરવામા આવે અને આ તમામ રજીસ્ટર થયેલા મેરેજ સર્ટિફિકેટ રદ્દ કરવામા આવે એવી સમસ્ત ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજની લાગણી અને માંગણી વ્યક્ત કરી છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744