વલસાડ શહેરના અબ્રામા વિસ્તારની મધ્યમાંથી NH-48 પસાર થાય છે. અબ્રામા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા શાળાના વિદ્યાર્થીઓને શાળાએ લાવવા માટે ફ્રી સ્કૂલ વાનની વ્યસ્થા કરવામાં આવી હતી. જે વિદ્યાર્થીઓ માટે મુકવામાં આવેલી સ્કૂલ વાન બંધ કરતા વાલીઓમાં ભારે નારાજગી જોવા મળી હતી. શાળા માટે વિદ્યાર્થીઓએ NH 48 ક્રોસ કરવાનો હોવાથી વાલીઓની ચિંતા વધી ગઈ છે. જેથી વલસાડ જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવી સ્કૂલ વાન ફરી શરૂ કરવા રજુઆત કરી હતી. વલસાડ જિલ્લા કલેક્ટરને અબ્રામા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના વાલીઓ તેમાં અગ્રણીઓએ વલસાડ જિલ્લા કલેક્ટરને એક આવેદન પત્ર પાઠવી રજુઆત કરી હતી. જેમાં વાલીઓએ જિલ્લા કેલેકટરને જણાવ્યું હતું કે શાળાએ જવા માટે NH 48 ક્રોસ કરવાનો હોવાથી વાલીઓએ સ્કૂલ વાન વગર બાળકોને સ્કૂલે ન મોકલશે તેમ કલેક્ટરને જણાવ્યું હતું.
Advertisement