વન વિભાગ દ્વારા દર વર્ષે ૨ ઓક્ટોબરથી ૮ ઓક્ટોબર સુધી વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી નિમિત્તે ભરૂચ વન વિભાગ દ્વારા તા ૦૪/૧૦/૨૦૨૨ ના રોજ આંબેડકર ભવન, મામલદાર કચેરી પાછળ ભરૂચ ખાતે વન્યપ્રાણી રેસ્ક્યુ તાલીમનું આયોજન, સુશ્રી ઉર્વશીબેન આઈ પ્રજાપતિ નાયબ વન સંરક્ષક, સામાજીક વનીકરણ વિભાગ ભરૂચના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યુ હતું. સરીસૃપ જેવા કે કોબ્રા, ક્રેટ, સોસ્કેલ વાઇપર, ધામણ, આંધળી ચાકણ, રૂપસુંદરી અને અજગર જેવા ઝેરી અને બિનઝેરી સાપ વિશે સમજ આપી હતી. દિપડા અને મગરના રેસ્ક્યુ અંગે વિસ્તૃત માહિતી આપી અને ગ્રામજનોને વન્યપ્રાણી દિપડા, મગર, સાપ અને અજગરથી સાવચેતીના પગલા લેવા અંગે જરૂરી માર્ગદર્શન અને સમજ આપવા વન વિભાગ સ્ટાફ અને સ્વૈચ્છિક સંસ્થાઓના સભ્યોને જણાવ્યુ હતું.
આ કાર્યક્રમમાં સામાજીક વનીકરણ વિભાગ ભરૂચના તમામ સ્ટાફ તેમજ નેચર પ્રોટેક્શન ચેરીટેબલ ટ્રસ્ટ સ્વૈચ્છિક સંસ્થા ભરૂચના સભ્યો વગેરે હાજર રહ્યા હતા.
વિશ્વ પ્રાણી દિવસ નિમિત્તે ભરૂચ વન વિભાગ દ્વારા વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણી કરાઈ.
Advertisement