સામાજીક વનિકરણ વિભાગ ભરૂચમાં વિસ્તરણ રેંજ વાલીયાનો સમાવેશ થાય છે. 0૨ ઓક્ટોબર થી ૦૮ ઓક્ટોબર ૨૦૨૨ સુધી વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાશે. જે અંર્તગત વાલિયા સામાજિક વનિકરણ વિભાગના વતી વન્યજીવો અને માનવ સંઘર્ષને રોકવા માટે માર્ગદર્શન સાથે કેવી તકેદારીઓ રાખવી તેની સમજ વાલીયા ઔદ્યોગિક તાલિમ સંસ્થાના તાલિમાર્થી વિદ્યાર્થીઓને અપાઈ હતી.
વિસ્તરણ રેંજ વાલીયાનું કુલ ક્ષેત્રફળ ૫૧૪.૦૨ હેક્ટર છે. જેમાં ૨૩૪.૮૭ હેક્ટર જંગલ વિસ્તારની જમીન આવેલી છે. ભરૂચ જિલ્લામાં સમાવિષ્ટ વાલીયા તાલુકામાં જંગલ વિસ્તાર આવેલો છે. આ જંગલ વિસ્તારમાં દિપડા, જરખ જેવા પ્રાણીઓ પણ વસવાટ કરે છે. જેને પગલે આ તાલુકામાં અવારનવાર દિપડા જોવા મળે છે. ઘણીવાર દિપડા માનવ વસ્તીમાં આવી જતાં મારણનાં બનાવો પણ ભૂતકાળમાં બન્યા છે.
જે અંતર્ગત ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાની સામાજિક વનીકરણ રેન્જ વાલિયા દ્વારા વન્યજીવો અને માનવ સંઘર્ષને રોકવા માટે જનજાગૃતિ અભિયાન સંદર્ભે જાગૃતિ અભિયાન યોજાયું હતું. માનવો વતી આવી ધટનાને ટાળવા તેમજ લોકોમાં વન્ય પ્રાણીઓ વિશે જાગૃતિ આવે માટે સમજ વાલિયા સામાજિક વનિકરણ રેન્જના આર.એફ.ઓ. મહીપાલસિંહ, વનપાલ જે.ડી.વસાવા, વનરક્ષક એસ.એમ. કુરેશી, ડી.એસ. રાઠવા વગેરે ફોરેસ્ટર વિભાગના કર્મચારીઓએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન સાથે કેવી તકેદારીઓ રાખવી તેની સમજ આપી હતી. વન વિભાગના સ્ટાફ વતી લોક જાગૃતિનાં પગલા ભરવાના તથા વન્ય પ્રાણી વિશે માર્ગદર્શન આપી સમજાવાનાં પગલા લેવામાં આવ્યા હતા.