તાજેતરમાં અમદાવાદના અદાણી ગ્રુપના ગ્લોબલ કોર્પોરેટ હાઉસ ખાતે ગ્રામ ભારતીના નામે એક પ્રદર્શન યોજાયું હતું. ગુજરાત અને બીજા અનેક રાજ્યોની બહેનો પોતાના હાથે બનાવેલી વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ યોજયું હતું, આ પ્રદર્શનમાં સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના ધાણાવડ ગામની બહેનોએ વાંસના અથાણાં સાથે ભાગ લીધો હતો. આ બંને આદિવાસી બહેનોના અથાણાંને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમભાઈ અદાણી અને અદાણી ફાઉન્ડેશનના ચેરમેન ડૉ.પ્રીતિબહેન અદાણીએ બહુ પ્રસંશા કરીને એમને પ્રોત્સાહક ઈનામ પણ આપ્યું હતું.
સુરત જિલ્લાના ઉમરપાડાના એકદમાં નાનકડા ધાણાવડ ગામની બે આદિવાસી મહિલા સુગંતાબેન દિનેશભાઇ વસાવા અને રાજીલાબેન વસાવા અને એમના જેવી બીજી અનેક બહેનોને રોજ અદાણી ફોઉન્ડેશન હજીરા, ગ્રામીણ સ્વરોજગાર પ્રસિક્ષણ સંસ્થાન, આરસેટી – (બેન્ક ઓફ બરોડા) સુરત અને મિશન મંગલમ શાખા, ઉંમરપાડા દ્વાર ઘાણાવડ ગામ ખાતે ઓગસ્ટ 2022 મા સ્વ-સહાય જૂથના બહેનોને સ્વરોજગારી મેળવે એ અર્થે પાપડ, અથાણાં અને વિવિધ પ્રકારના મસાલા બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. વાંસનું અથાણું આમ તો આદિવાસી પરિવારો વર્ષોથી પોતાના ઘરમાં બનાવીને ખાતા હતા. આ અથાણાંને લાંબા સમય સુધી જાળવવાનું અને એને વ્યાવસાયિક રીતે કઈ રીતે ઉત્પાદન કરી શકાય, કિમત શું રાખવી એ તાલીમ આ આદિવાસી ગ્રામીણ મહિલાઓને આપવામાં આવી. એ પછી ધાણાવડ સ્વસહાય જૂથના બહેનોને 25 કિલો વાસનું અથાણું બનાવ્યું હતું. અદાણી ફાઉન્ડેશન દ્વારા ગ્રામ ભારતી 2022 લોકલ ફોર વોકલ પ્રદર્શનમાં જવાની તક સુગંતાબેન અને રાજીલાબેનને મળી હતી. આ પ્રદર્શનમા ગુજરાતનાં વિવિધ વિસ્તાર અને અન્ય રાજ્યો મહારાષ્ટ્ર, છત્તીસગઢ, તામિલનાડુ, આસામ, મધ્ય પ્રદેશના બહેનો જેઓ અદાણી ફાઉન્ડેશનના સહકારથી વ્યવસાય શરુ કર્યો છે અને કમાણી કરીને પગભર થયાં હોય એમણે ભાગ લીધો હતો.
ગુજરાતમાં સુરત અદાણી ફાઉન્ડેશન, હજીરા તરફથી ધાણાવડ ગામના બે બહેનો સુગંતાબેન વસાવા અને રાજીલાબેન વસાવા એ ભાગ લીધો હતો. અદાણી ફાઉન્ડેશનના ચેરમેન પ્રીતિબેન અદાણી અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમભાઈ અદાણીએ આ બન્ને બહેનોની સાથે ચર્ચા કરીને વાસના અથાણાંથી થતા ફાયદા અને તેને બનાવવાની રીત વિશે માહિતી મેળવી હતી. તેમના દ્વારા બહેનોને આ વ્યવસાય સાથે આગળ વધે તેવી શુભેચ્છા પાઠવી અને પ્રોત્સાહક ઇનામ પણ આપ્યું હતું.
અમદાવાદના સફળ પ્રવાસ પછી સુગંતાબહેન વસાવાએ જણાવ્યુ હતું કે, જ્યારે અમે તાલીમ લીધી ત્યારે વિચાર્યું પણ ન હતું કે અમે અમદાવાદમા પ્રદર્શનમા ભાગ લઈશું અને વિશ્વના આટલા મોટા માણસને અમે મળી શકીશું, સપનું પણ જોયું ન હતું એવો અનુભવ મળ્યો છે. જેટલું અથાણું લઈ ગયેલા એનું તો વેચાણ થઈ ગયું પણ અમને બીજો ઓર્ડર પણ મળ્યો છે. અમારા સ્વ-સહાય જૂથની લગભગ 35 થી વધુ બહેનોને આનો લાભ મળશે. એકદમ ઊંડાણના ગ્રામીણ વિસ્તારની બહેનોએ લીધેલી તાલીમ અને અદાણી ફાઉન્ડેશન સંસ્થા સાથે સંકળાયા પછી એક મોટી તક મળી છે. આ સખી મંડળના બહેનો મુલાકાત બાદ ગામમાં બીજા સખી મંડળોએ પણ આવા કાર્યો સાથે જોડાવા માટે પ્રોત્સાહન મળ્યું છે.
વિનોદ મૈસુરિયા : વાંકલ