Proud of Gujarat
FeaturedGujaratINDIA

વાગરા વિધાનસભા બેઠક પર ભાજપે આપ્યો કોંગ્રેસને ઝટકો, ૩૦૦ થી વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો એ કેસરિયા ખેસ ધારણ કર્યો

Share

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીઓ આગામી સમયમાં યોજાવવા જઈ રહી છે, ચૂંટણીઓ પહેલા રાજકીય માહોલ પણ ચરમસીમાએ પહોંચ્યો છે, રાજકીય પક્ષો દ્વારા સભા ઓ અને રેલીઓ કરી ડોર ટુ ડોર કેમ્પઇન પણ હાથ ધરવામાં આવી રહ્યું છે, તેવામાં ભરૂચ જિલ્લાનું રાજકીય માહોલ પણ ગરમાયુ છે, જેમાં ખાસ કરી જિલ્લાની પાંચ બેઠકો પૈકી વાગરા વિધાનસભા બેઠક આજકાલ ચર્ચાનું કેન્દ્ર બની છે.

વાગરા વિધાનસભામાં કોંગ્રેસને વધુ એક પડ્યો ફટકો પડ્યો છે, જેમાં જિલ્લા પંચાયતના બધકામ સમિતિન કોંગ્રેસના પૂર્વ ચેરમેન મહેન્દ્રસિંહ રાજએ ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે, તેમજ વાગરા વિધાનસભાના મુબારક પટેલ, હેમંતસિંહ રાજ સહિત 300 થી વધુ લોકોએ કેસરીયો ધારણ કર્યો છે, હાલ કોંગ્રેસમાં એક સાંધેને તેર તૂટે તેવી સ્થિતિનું સર્જન થતું હોય તેમ લાગી રહ્યું છે, તેવામાં વાગરા બેઠક પર સતત ભાજપ, કોંગ્રેસના કાર્યકરોની તોડજોડ જોવા મળી રહી છે.

ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મારુતિ સિંહ અટોદરિયા, વાગરાના ધારાસભ્ય અરુણ સિંહ રણા, ભાજપના અગ્રણી નેતા ખુમાનસિંહ વાસીયા સહિતના ભાજપનાં આગેવાનો અને કાર્યકરોની ઉપસ્થિતીમાં કોંગ્રેસના ૩૦૦ થી વધુ ધારાસભ્યઓએ કેસરિયા ખેસ ધારણ કરતા વાગરા બેઠકના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. તો કોંગ્રેસની નબરી પડતી સ્થિતિને લઇ ભાજપના આગેવાનો તેમજ કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે.

Advertisement

આમ ભરૂચ જિલ્લામાં વિધાનસભા ચૂંટણીઓ પહેલા જ તોડ જોડના રાજકીય માહોલમાં ભારતીય જનતા પાર્ટી મજબૂત બનતી હોય તેમ લાગી રહ્યું છે. ભાજપમાં ભરપૂર માત્રામાં જોડાતા કાર્યકરો અને આગેવાનોના કારણે હાલ વાગરા બેઠક પર ભાજપનું પલ્લું ભારે પડતું દેખાઇ રહ્યું છે ત્યારે આગામી ચૂંટણીઓમાં ભાજપની આ રણનીતિ સફળ થાય છે કે નહીં તે તો આવનાર સમય જ બતાડશે, જોકે હાલ એક બાદ એક રાજકીય બુસ્ટર ડૉઝ ભાજપને મળી રહ્યો છે તે બાબતને નકારી શકાય તેમ નથી.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

શહેરા : વણજારીયા ગામના શહીદ જવાન હરિસિંહ પરમારના પરિવારની મદદે સાદરા ગામના જશવંતભાઈ માછી.

ProudOfGujarat

ઝઘડિયા જીઆઇડીસીમાં સ્થાનિક યુવાનોને રોજગાર બાબતે અગ્રિમતા આપવા ક્ષત્રિય કરણી સેનાની માંગ

ProudOfGujarat

વાંકલ:માંગરોળ તાલુકાના કેટલાક ગામ ના આદિવાસી લાભાર્થી ઓને 2 થી10કિલો મીટર દૂર સરકારી સસ્તા અનાજની દુકાનમાં અનાજ લેવા જિલ્લા કલેકટરને રજૂઆત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!