Proud of Gujarat
INDIAFeaturedGujarat

નવસારી : ચીખલીનાં ઘેજ ગામમાં રહેતા ઠાકોર પરિવારના યુવાનનું કોન બનેગા કરોડપતિ સીઝન 14 માં થયું સિલેક્શન.

Share

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન સર સાથે ફાસ્ટેસ્ટ ફિંગર ફર્સ્ટની રમતમાં કરનસિંહ ઠાકોર સૌથી ઝડપી જવાબ આપનાર પ્રતિનિધિ બન્યા, સાથે જ તે રમત દરમિયાન અમિતાભ બચ્ચન સર સમક્ષ હોટસીટ પર આવવાના સુવર્ણ અવસરના હકદાર રહ્યા.

કરનસિંહ ઠાકોર અને તેમના પત્ની ખુશ્બુ ઠાકોર મુંબઈ શો માટે જઈ રહ્યા છે તેની જાણકારી તેમણે પોતાના ઘરે તથા ગામ સુદ્ધાં માં નહોતી કરી. તેમને કોન બનેગા કરોડપતિ સીઝન 14 માં પોતાનું શ્રેષ્ઠ આપીને પછી બધે જાણ કરવી, અને થયું પણ કાંઈક એવું જ! તેમની રમત ખૂબ અદ્ભુત અને અનોખી રહી, સાથે તેમણે સારી એવી ધનરાશિ પણ પોતાની બુદ્ધિમત્તાથી હાંસિલ કરી.

ખુશ્બુ ઠાકોર એ અમિતાભ બચ્ચન સર માટે તેમની જ એક ફિલ્મનું ગીત ગાયું હતું, જે તેમને ખૂબ પસંદ આવ્યું અને બચ્ચન સર એ ફિલ્મની જૂની યાદોની ચર્ચા પણ કરી હતી. કરનસિંહ ઠાકોર કેમિકલ એન્જિનિયરિંગમા સ્નાતક થયેલા છે. હાલ તેઓ ક્લાસ 1 અને ક્લાસ 2 ના સરકારી અધિકારીના હોદ્દા માટે તૈયારી કરી રહ્યા છે.

Advertisement

કરનસિંહ ઠાકોરના પિતા સ્વ ડૉ.ઇન્દ્રસિંહ ઠાકોર અને માતા પરીબેન ઠાકોર પહેલાથી જ બાળકોના શિક્ષણ પ્રત્યે સજાગ રહ્યા. પરીબેન એક શિક્ષક અને વાલી મંડળના પ્રમુખ રહી ચૂક્યા છે, તે જણાવે છે કે, આ ઝડપથી બદલાઈ રહેલી દુનિયામાં શિક્ષણ જ એક એવી વસ્તુ છે જેનું દરેકના જીવનમાં ખૂબ મહત્વ છે, શિક્ષણ આજીવન ઉપયોગી રહે છે. શિક્ષિત વ્યક્તિ પોતાનું આગવું માન ધરાવે છે અને જીવનમાં ક્યારેય પાછો પડતો નથી.

કોન બનેગા કરોડપતિ સીઝન 14 મા પહોંચવું એ કરનસિંહના પિતાનું સ્વપ્ન હતું, પિતાના સ્વપ્નને હકીકત બનાવવાનું પુત્ર એ નક્કી કરી લીધું. વર્ષો પ્રયાસ કર્યા બાદ આખરે પુત્રની મહેનત સફળ થઈ. તે કોન બનેગા કરોડપતિ સીઝન 14 સુધી પહોંચ્યા તેમજ ખૂબ સારી રીતે રમવાની સાથે સારી એવી રકમ પણ ઇનામ સ્વરૂપે પ્રાપ્ત કરી. શ્રી બચ્ચન સર સાથે હોટસીટ પર વિતાવેલી એ પળ ખાસ યાદ રહેશે.

સ્વ ડૉ.ઈન્દ્રસિંહ ઠાકોર હમેશાં કહેતા કે, જીવનમાં આવતી આપદા-વિપદા તો જીવનનો એક ભાગ છે તેના પર નિરાશ થવાને બદલે હકારાત્મક ઊર્જા, પ્રબળ ઇચ્છાશક્તિ અને અથાક પરિશ્રમ દ્વારા તેનો ઉત્સાહ અને ઉમંગભેર સામનો કરવો જોઈએ અને જીવનમાં સતત પરિશ્રમ કરતા રહેવું જોઇયે, સફળતા મળવામાં કાંક સમય લાગે પણ આખરે સફળતા મળે છે. પ્રયત્ન કરનારાઓ કદી હારતા નથી.
કરનસિંહ ઠાકોર તેમની આ ઉપલબ્ધિનો શ્રેય તેમના માતા-પિતા, ભાઈ, પત્ની, પરિવારજનો, તેમના ગામજનો અને તેમના જીવનમાં જોડાયેલા દરેક સભ્યોને અર્પે છે.

ઘેજ ગામના વતનીનું કોન બનેગા કરોડપતિ સીઝન 14 માં સ્થાન મેળવવા તથા સમગ્ર દેશ-દુનિયામાં ઘેજ ગામનું નામ રોશન કરવા બદલ ઠાકોર પરિવાર તેમજ સૌ ગામવાસીઓ માટે કરનસિંહ ઈન્દ્રસિંહ ઠાકોર ખરેખર સરાહનીય છે.


Share

Related posts

વડોદરાના બાપોદ વિસ્તારમાં બાળ તસ્કરી ગેંગની શંકા એ લોકોએ બે વ્યક્તિને માર માર્યો.

ProudOfGujarat

તિલકવાડાના મરસણ ગામના રેલ્વે ગળનાળાને ગ્રામજનોને અવર-જવર માટે પડતી મુશ્કેલીની ફરિયાદ બાદ મોડે મોડે પણ તંત્ર જાગ્યુ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં વાગરા તાલુકાનાં દહેજ ગામનાં પરપ્રાંતીયો માટે પોલીસ દ્વારા અનાજ કીટ અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!