Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં કાર પલ્ટી જવાની બે ઘટનાઓમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત.

Share

ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કાર પલ્ટી જવાની ઘટનાઓ સામે આવી રહી છે, ચાલક દ્વારા કાબુ ગુમાવતા સર્જાઇ રહેલા અકસ્માતોની ઘટનાઓમાં છેલ્લા એક સપ્તાહથી જિલ્લાના વિવિધ સ્થળેથી સામે આવી રહી છે, જેમાં છેલ્લા ૧૨ કલાકમાં વધુને જેટલી ઘટનાઓ સામે આવી છે.

ભરૂચ જિલ્લાના જંબુસર ખાતેના સ્વામિનારાયણ મંદિર નજીક આવેલ એક ખાડામાં ઇકો કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ખાડામાં ખાબકી હતી,જે બાદ ઘટનાઓમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ત્યારે અન્ય એક ઘટના ભરૂચના કોલેજ માર્ગ ઉપર બનવા પામી હતી, જ્યાં એક કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રસ્તા વચ્ચે જ પલ્ટી મારી હોય તે પ્રકારની ઘટના સામે આવી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે સમગ્ર ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઇ છે કે કેમ તે અંગે સ્પષ્ટતા થઇ ન હતી, આમ ભરૂચ જિલ્લામાં જંબુસર અને ભરૂચ શહેર વિસ્તારમાં અકસ્માતની બે જેટલી ઘટનાઓ પ્રકાશમાં આવતી દેખાઇ હતી. જે બાદ મામલે પોલીસ વિભાગે પણ નોંધ લઇ વધુ તપાસ શરૂ કરી હોવાની તજવીજ હાથધરી હતી.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે મતદાર સુધારણા ઝુંબેશ અભિયાનને હાથ ધરી સફળ બનાવવામાં આવ્યું.

ProudOfGujarat

કરજણ નજીક નેશનલ હાઈવે પર બાઈક પરથી પટકાતા 3 યુવાનના મોત, શરીરના ફુરચેફુરચા ઉડ્યા

ProudOfGujarat

આદિવાસી મસીહા અને ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય છોટુભાઇ વસાવાની અપીલના પગલે વિશ્વ આદિવાસી અધિકાર દિન નિમિત્તેનો મેસેજ ટવીટર ની દુનિયામાં ઇન્ડિયા ટોપ ફાઈવ મા સામેલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!