જીસીઈઆરટી ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુરત પ્રેરિત બ્લોક રિસોર્સ સેન્ટર માંગરોળ આયોજિત માંગરોળ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ 3 માં શિક્ષણ કાર્ય કરાવતા શિક્ષકોની અંગ્રેજી વિષયની તાલીમનું આયોજન બીઆરસી ભવન માંગરોળ ખાતે કરવામાં આવ્યું. આ તાલીમમાં ધોરણ 3 ના બાળકોને અંગ્રેજી શિક્ષણ મળી રહે અને તે પણ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકો અંગ્રેજી વિષયને હળવાશથી શીખી શકે તે અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શૈક્ષણિક કાર્ય કરવામાં શિક્ષકો સજ્જ થાય તે માટે આ તાલીમનું આયોજન કરવામાં આવેલ છે.
આ તાલીમ તારીખ 26 અને 27 સપ્ટેમ્બર 2022 એમ 2 દિવસ માટે આયોજન કરવામાં આવેલ જેમાં તાલુકાની તમામ શાળાઓમાંથી 127 જેટલા શિક્ષકોને 12 માસ્ટર ટ્રેનર દ્વારા આ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં વિવિધ પ્રવૃત્તિઓ એક્શન સોંગ જેવી પ્રવૃત્તિ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમનું સંચાલન માંગરોળ તાલુકાના બી.આર.સી.કો.ઓડીનેટર હીરાભાઇ ભરવાડ અને બી.આર.પી પ્રજ્ઞેશસિંહ સોલંકી દ્વારા કરવામાં આવ્યું હતુ.
વિનોદ મૈસુરિયા : વાંકલ