માંગરોળ તાલુકામાં હડતાળ પર ઉતરેલી આશા વર્કરો અને ફેસીલેટરો એ તાલુકા મથક ખાતે દેખાવ વિરોધ પ્રદર્શન કરી લઘુત્તમ વેતન આપવાની સરકાર પાસે માંગ કરી છે.
મહિલા શક્તિ સેનાના પ્રમુખ ચંદ્રિકાબેન સોલંકી સાથે સરકાર દ્વારા વાતાઘાટો કરવા છતાં ઇન્સેટિવ પ્રથા બંધ કરી રાજ્યની તમામ આશા વર્કરો અને ફેસીલેટરોને લઘુત્તમ વેતન મુજબ ફિક્સ પગાર આપવાની માંગણી પ્રત્યે સરકારે દુર્લક્ષ સેવતા મહિલા શક્તિ સેનાના આદેશથી તારીખ 22 સપ્ટેમ્બરથી આશા વર્કરો અને ફેસીલેટરો ચોક્કસ મુદતની હડતાળ પર ઉતર્યા છે ત્યારે આ મુદ્દે ન્યાય મેળવવા માટે માંગરોળના કોસંબા સહિત વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતી આશા વર્કરો અને ફેસીલેટરો દ્વારા માંગરોળ મામલતદાર કચેરી અને માંગરોળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે અન્યાયના વિરોધમાં સરકાર વિરુદ્ધ પોસ્ટરો બેનરો સાથે સૂત્રોચારો દેખાવો કરી ન્યાયની માંગણી કરવામાં આવી હતી ત્યારબાદ ફરજ પરના મામલતદાર એ સી વસાવાને એક આવેદન પત્ર સુપ્રત કરી વ્યથા વ્યક્ત કરી હતી અને આશા વર્કરોને ન્યાય મળે તેવી રજૂઆત કરી હતી એ જ પ્રમાણે તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર સમીર ચૌધરીને એક આવેદનપત્ર આશા વર્કરો અને ફેસીલેટરો દ્વારા આપવામાં આવ્યું હતું. અંતમાં આશા વર્કરો એ ચીમકી ઉચ્ચારી કે અમારી હડતાળ દરમિયાન દર્દીઓ માતાઓ અને બાળકોને પડનારી હાલાકી માટે સરકાર સંપૂર્ણ જવાબદાર રહેશે અમારી લડત ન્યાય નહીં મળે ત્યાં સુધી ચાલુ રહેશે તેમ કહ્યું હતું. ન્યાય નહીં મળે તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં આશા વર્કરો એકતા બતાવશે.
તાજેતરમાં સરકારે જે જીઆર આપેલ છે એ અમને મંજૂર નથી અમારી લઘુતમ વેતન ફિક્સ પગારની માંગણી છે જો સરકાર અમારી માંગણી નહીં સંતોષે તો આવનારી વિધાનસભાની ચૂંટણીમાં અમે અમારી એકતા બતાવીશું.
વિનોદ મૈસુરિયા : વાંકલ