એચ.વી.સીસારા નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કોડના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે ત્રણ ઇસમો એક સી.એન.જી રીક્ષામા ચોરીના મોબાઇલો વેચવા માટે મહેમદાવાદ ભમ્મરીયા કુવા તરફથી ખાત્રજ ચોકડી તરફ જનાર છે. જેઓને સાઈબાબા મંદિર પાસે રોકી તેઓના નામ ઠામ પુછતા (૧) રાજુભાઇ ઉર્ફે વિનોદ પુનમભાઇ મારવાડી રહે.મહેમદાવાદ (૨) વિમલેશભાઇ ઉર્ફે ગોલુ પ્રેમકુમાર ઠાકોર રહે.મહેમદાવાદ (૩) કમલેશભાઇ ઉર્ફે ટીંકુ પ્રેમકુમાર ઠાકોર રહે.મહેમદાવાદ નાઓ પાસેથી અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન નંગ-૧૪ કિ.રૂા.૫૧,૫૦૦ તથા એક સી.એન.જી રિક્ષા કિ.રૂા.૪૫,૦૦૦ તથા અલગ-અલગ કંપનીની નાની-મોટી બેટરી નંગ-૩ કિ.રૂા.૧૦,૦૦૦ તથા સોલાર પેનલ કિ.રૂ.૨૫૦૦ તથા રીક્ષાના સ્પેરવ્હીલ નંગ-૨ કિ.રૂા.૧૦૦૦ તથા બે રેન્જર સાઇકલો કિ.રૂા.૫૦૦૦ મળી કુલ રૂ. ૧,૧૫,૦૦૦ નો મુદ્દામાલ સી.આર.પી.સી. ૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરી ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ