ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પહેલી વખત હેડ કવાટર્સના ગ્રાઉન્ડ ખાતે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ દ્વારા 24 કલાક અને 365 દિવસ ફરજ, સેવા અને બંદોબસ્તમાં વ્યસ્ત રહેતા પોલીસ તેમજ તેમના પરિવાર માટે નવ દિવસ માતાજીની આરાધના કરી ગરબે ઘુમવા પહેલી વખત ભવ્ય નવરાત્રી યોજવામાં આવી રહી છે.
જિલ્લા પોલીસ પરિવાર સાથે પત્રકાર અને તેમના પરિવાર અને પ્રજા પણ નવરાત્રીનો મનમૂકી નિશ્ચિત થઈ સલામતીના 9 સ્ટેપ્સ સાથે આંનદ માણી શકે તે માટે જિલ્લા પોલીસ આ નવરાત્રી મહોત્સવ ભવ્ય ડેકોરેશન, સાઉન્ડ સિસ્ટમ, ગરબા રમવા અને માણવાની વ્યવસ્થા તેમજ ખાણી પીણીના સ્ટોલ ઉભા કરાયા છે.
પોલીસ ગ્રાઉન્ડ ખાતે આમંત્રીતો, મીડિયા અને ગરબા જોનાર માટે પણ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત, જવા આવવાના રૂટ ઉપર પેટ્રોલિંગ, ગરબા ગ્રાઉન્ડમાં ખાનગી ડ્રેસમાં સર્વેલન્સ તેમજ મહિલા સ્ટાફ પણ ખેલૈયાઓ વચ્ચે રહેશે.
ભરૂચ પોલીસ પરિવાર સાથે પત્રકારોના પરિવાર અને શહેર તેમજ જિલ્લાની પ્રજા નવરાત્રી મહોત્સવને સલામત તેમજ ભક્તિભાવ સાથે નવે નવ દિવસ ગરબે ઘૂમી માણી શકે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ SP ડો. લીના પાટીલે તમામ પ્રજાજનોને જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રી ઉત્સવમાં ગરબે ઘુમવા આમંત્રણ પાઠવ્યું છે.