ભરૂચ જિલ્લાના ઝઘડિયા પંથકમાં બેફામ અને બિન્દાસ બની નશાનો વેપલો કરતા તત્વો સામે પોલીસ વિભાગ હવે એક્શનમાં જોવા મળી રહ્યું છે. પોલીસ વિભાગે પાડેલ બે જેટલા દરોડામાં હજારોના મુદ્દામાલને કબ્જે લઇ બુટલેગરો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા નશાનો વેપલો કરતા તત્વોમાં ખળભળાટ મચ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાના પાણેથા ગામે લિઝવાળા વગામાં ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ દરોડા પાડયા હતા, જ્યાં ખેતરમાં બનાવેલ ઓરડીમાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબની કુલ ૨૫૨ નંગ બોટલો. કિંમત રૂપિયા ૩૦૦૦૦ ની પોલીસને મળી આવતા મામલે બુટલેગર રસિક ભાઇ ઉર્ફે ટીનો રામસંગ વસાવા ઉ.વ ૪૨ રહે નવી વસાહત પાણેથા નાઓને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
તો બીજી તરફ ઝઘડિયા પંથકના દધેડામાંથી ભારતીય બનાવટના વિદેશી શરાબનો જથ્થો ઝઘડિયા પોલીસે ઝડપી પાડ્યો હતો, જેમાં પોલીસે બાતમીના આધારે પોલીસ વિભાગે દધેડા ગામ ખાતે રહેતો રવિભાઇ શરદભાઈ વસાવાને ત્યાં દરોડા પાડી ભારતીય બનાવટની વિદેશી શરાબની નાની-મોટી કુલ ૧૮૯ નંગ બોટલો ઝડપી પાડી ૨૯ હજારનો મુદ્દામાલનો કબ્જો મેળવી મામલે રવિ વસાવા નામક બુટલેગરને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા નશાનો વેપલો કરતા તત્વોમાં વધુ એકવાર ફફડાટનો માહોલ છવાયો છે.
હારુન પટેલ : ભરૂચ
મો : 99252 22744