Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં હુક્કાબાર પર પોલીસ વિભાગનું સરપ્રાઈઝ ચેકીંગ, અલગ અલગ ફ્લેવરના નમૂના લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ.

Share

ભરૂચ જિલ્લામાં અસામાજીક પ્રવૃત્તિ અટકાવવા અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા ડો,લીના પાટીલ દ્વારા સતત સ્ટાફમાં કર્મીઓને સૂચન કરી અસામાજીક પ્રવૃતિઓ ઉપર વોચ રાખવા માટેના સુચન કરવામાં આવ્યા છે, જે બાદ જિલ્લામાં વિવિધ સ્થળે નશાકારક પ્રવૃતિઓ ચલાવતા તત્વો સામે પોલીસ સતર્ક બની છે.

ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ શિલ્પી સ્કવેર ખાતે આવેલ “સ્મોક ટેલ લોન્ઝ & રેસ્ટોરન્ટ” માં હુક્કાબાર ચાલે છે જેઓ રેસ્ટોરન્ટમાં ગેરકાયદેસર રીતે હર્બલ ફ્લેવરની અંદર નિકોટીન યુક્ત ફ્લેવર એડ કરી હુક્કાબારનો ધંધો કરે છે, જે બાદ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓએ સ્થળ પર જઇ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું.

Advertisement

ક્રાઇમ બ્રાંચ દ્વારા કરવામાં આવેલ ચેકીંગમાં હુક્કો પીવામાં ઉપયોગમાં લેવાતી હર્બલની ટોબેકો ફ્રી અલગ અલગ ફ્લેવર શંકાસ્પદ જણાતા હુક્કો નંગ ૧ તથા અલગ અલગ ફ્લેવરના ૧૦ નમૂના કબ્જે કરવામાં આવ્યા હતા. આમ કુલ ૧ હજાર નો મુદ્દામાલ કબ્જે કરી ક્રાઇમ બ્રાંચે મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

હારૂન પટેલ : ભરૂચ


Share

Related posts

જામનગરમાં બજેટ 2024 – 25 ભારતીય જનતા પાર્ટી શહેર – જિલ્લા સંગઠન દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

ProudOfGujarat

ઝઘડિયાના બલેશ્વર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

મહેમદાવાદ રેલવે પોલીસ સ્ટેશન પર હુમલો કરનાર ચાર આરોપીઓની ધરપકડ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!