આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવા જઈ રહી છે, તેવામાં હવે રાજ્યમાં રાજકીય માહોલ પણ જામતો જતો હોય તેમ દેખાઈ રહ્યું છે. ચૂંટણીઓના રણમાં પોતાના પક્ષને બહુમતી મળે તેવા પ્રયાસો સાથે વિવિધ રાજકીય પાર્ટીના કાર્યકરો જે તે વિધાનસભા વિસ્તારોમાં અત્યારથી જ પોતાના પક્ષના પ્રચાર પ્રસારમાં જોતરાઈ ગયા છે.
ભરૂચ જિલ્લામાં પણ રાજકીય પાર્ટીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજી પ્રજા વચ્ચે હોદ્દેદારોથી લઇ કાર્યકરો પહોંચી રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ, આપ સહિતના પક્ષો ચૂંટણીના જંગમાં પોતાની પાર્ટી જીતશે તો શું કરશે તેવી બાબતો જનતા વચ્ચે લઇ જઇ જનતામાં પોતાના પક્ષ દ્વારા કરવામાં આવેલ ગેરંટી વાયદાઓ સમજાવી રહ્યા છે અને કાર્ડ સહિત પત્રિકાઓનું વિતરણ કરવામાં આવી રહ્યા છે.
ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસ પાર્ટીએ પણ અત્યારથી જ પ્રજા વચ્ચે કાર્યકરોને મોકલી પ્રચાર પ્રસારની શરુઆત કરી છે, તેવામાં ભરૂચ વિધાનસભા બેઠકના વિવિધ વિસ્તારો કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ કોંગ્રેસ પક્ષ સત્તા પર આવશે તો શું શું કરશે તે અંગેના અપાયેલ ૮ વચનો સાથેની કોંગ્રેસ નાગરિક અધિકાર પત્રનું ઠેરઠેર વિતરણ કરવામાં આવી રહ્યું છે, સાથે જ પક્ષ દ્વારા અપાયેલ ૮ વચનો અંગે લોકોને માહિતગાર પણ કરવામાં આવી રહ્યા છે.
સત્તા પર કોંગ્રેસ આવશે તો નાગરિકો માટે કોંગ્રેસ ૮ વચનો ક્યા ક્યા છે,?
(૧) પ્રત્યેક વ્યક્તિની ૧૦ લાખ સુધીની મફત સારવાર યોજના, વિના મૂલ્યે તમામ દવાઓ
(૨) ખેડૂતોનું ૩ લાખનું દેવું માફ, વીજળી બિલ માફ,ઘર વપરાશની વીજળીમાં ૩૦૦ યુનિટ માફ
(૩)ગુજરાતમાં ૧૦ લાખ યુવક યુવતીઓને સરકારી નોકરીઓમાં ભરતી,સરકારી ભરતીમાં કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ
(૪) બેરોજગાર યુવાનોને માસિક ૩૦૦૦ હજાર બેરોજગારી ,સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ
(૫) દૂધ ઉત્પાદકોને પ્રતિ લીટર ૫ રૂપિયાની સબસિડી,૫૦૦ માં ઘરેલુ ગેસ સિલિન્ડર
(૬) ૩૦૦૦ અંગ્રેજી માધ્યમની સ્કૂલો સ્થપાશે, દીકરીઓ માટે KG થી PG સુધી મફત શિક્ષણ
(૭) કોરોનામાં મૃત્યુ પામેલ પ્રત્યેક પરિવારને ૪ લાખનું વળતર,આધુનિક સુવિધાથી સજ્જ અદ્યતન હોસ્પિટલો બનાવાશે
(૮)ભ્રષ્ટાચાર વિરુદ્ધ કાયદો,ડ્રગ્સ માફિયા સામે કડક કાર્યવાહી અને ગુનેગારોને જેલ
હારૂન પટેલ : ભરૂચ