ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજનૈતિક પાર્ટી લોકોના દિલ અને વોટ બંને જીતવા એડી ચોટીનું જોર લગાવી રહી છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં લોકોના વોટ મેળવવા આ વકતે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી ગઈ છે. લોકોના વોટ મેળવવા આમ આદમી પાર્ટીના પ્રભારી આજે રાજકોટની મુલાકાતે આવ્યા છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયા હાલ છ દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે અને પરિવર્તન યાત્રા યોજી રહ્યા છે. દરમિયાન રાજ્યસભાના યુવા સાંસદ અને ગુજરાતના આપના સહપ્રભારી રાઘવ ચઢ્ઢા આજે રાજકોટની મુલાકાતે છે. તેઓએ સંગઠનના હોદ્દેદારો સાથે ચૂંટણીલક્ષી બેઠક યોજી હતી. દરમિયાન બપોરે પત્રકાર પરિષદને સંબોધશે અને સાંજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ જ્યાં બાળપણ વિતાવ્યું હતું. તેવા રાજકોટના કબા ગાંધીના ડેલાની મુલાકાત લઇ પૂ.બાપુને શ્રધ્ધાસુમન અર્પણ કરશે. આજે સવારે “આપ” ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાનું રાજકોટમાં આગમન થતા તેઓનું આપના ગુજરાતના સંગઠનના હોદ્દેદારો દ્વારા શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાઘવ ચઢ્ઢાએ ગુજરાતના આમ આદમી પાર્ટીના સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. તેઓ બપોરે એક પત્રકાર પરિષદને સંબોધશે. જેમાં કોઇ મહત્વપૂર્ણ ઘોષણા કરવામાં આવે તેવી સંભાવના પણ જણાય રહી છે. દરમિયાન સાંજે કબા ગાંધીના ડેલાની પણ મુલાકાત લેશે.
ચૂંટણી નજીક આવતા રાજકારણ ગરમાયું : આમ આદમી પાર્ટીના પ્રભારી આવ્યા રાજકોટની મુલાકાતે.
Advertisement