ભરૂચ જિલ્લામાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ખાસ કરી હાઇવે વિસ્તારોમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અકસ્માતનું પ્રમાણ વધ્યું હોય તેમ લાગી રહ્યું છે. જિલ્લામાં રોજ મ રોજ અકસ્માતના એક બાદ એક બનાવો સામે આવી રહ્યા છે જેમાં કેટલા જીવ ગુમાવી રહ્યા છે તો કેટલાક ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે ખસેડવામાં આવતા હોવાની બાબતો સામે આવી રહી છે.
ભરૂચના વાગરા નજીક પણ આજે અકસ્માતની ઘટના સામે આવી હતી, જ્યાં CISF કોલોની નજીક એક વેગેનાર કારના ચાલકે સ્ટેયરિંગ પરનો કાબુ ગુમાવતા કારે પલ્ટી મારી રોડ સાઇડ ઉતરી જઇ શિશાર્શન અવસ્થામાં જોવા મળી હતી. જોકે સમગ્ર ઘટના ક્રમમાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની ન થઇ હોવાનું સામે આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં એક બાદ એક સામે આવતી અકસ્માતોની ઘટનાઓમાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે, તેવામાં વાહન ચાલકોએ પણ હવે પોતાનું વાહન કાબુમાં રહે તે પ્રકારે માર્ગ પર નીકળવું જોઈએ તે અત્યંત જરૂરી જણાઈ આવે છે, સાથે સાથે ફોર વ્હીલકાર હોય તો સીટ બેલ્ટની સુવિધાનો અવશ્ય પણે ઉપયોગ કરીને જ પોતાનું વાહન આગળ વધારવું જોઈએ તેમ આજકાલ સામે આવતી ઘટનાઓ સતર્કતા એ જ સલામતી દાખવી શકાય તેમ છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744