ભરૂચ શહેરના નગરપાલિકા હદ વિસ્તારમાં કેટલાય સ્થળે ઉભરાતી કચરા પેટીઓના કારણે રાહદારી સહિત સ્થાનિકોને જે તે વિસ્તારમાંથી પસાર થવું પણ મુશ્કેલી સમાન બન્યું છે. કચરા પેટીઓમાં યોગ્ય રીતે કચરાનું નિકાલ ન થતું હોય દુર્ગંધ મારતો કચરો પેટીની બહાર ઉપસી આવે છે જેને પગલે મુખ્ય માર્ગો અને રસ્તાઓ પર ગંદકીનું સામ્રાજ્ય ઉત્પન્ન થતું હોય છે.
ભરૂચના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલ જિલ્લા પંચાયત પશુ દવાખાના બહાર જ ઉભરાયેલ કચરા પેટીમાંનો ગંદો કચરો પશુઓ ખાતા નજરે પડ્યા હતા તો બીજી તરફ ગંદકીની ભરમાર જામતા નજીકમાં ઉભા રહેતા રીક્ષા ચાલકો સહિત વેપારીઓ અને રાહદારીઓને તકલીફોનો સામનો કરવાની નોબત આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૧૧ વોર્ડ ધરાવતી ભરૂચ નગરપાલિકાના હદ વિસ્તારમાં જે તે સ્થળે અનેક કચરા પેટીઓ મુકવામાં આવી છે, પરંતુ જે તે વિસ્તારમાં પાલિકાના કર્મીઓ કચરા પેટીઓ ભરાય ગયા બાદ પણ તેને વહેલી તકે ઉઠાવવા ન આવતા હોય જેને લઇ યેનકેન પ્રકારે આ પ્રકારની સ્થિતિનું સર્જન થતું હોવાનું લોકો વચ્ચે ચર્ચાઇ રહ્યું છે ત્યારે આ પ્રકારની સ્થિતિ બાદ પાલિકાના કર્મીઓએ પણ સતર્કતા દાખવી જે તે વિસ્તારમાં ઉભરાઇ ગયેલ કચરા પેટીઓનો નિકાલ કરી ખાલી પેટીઓ મૂકી શહેરને સ્વચ્છ રાખવાની સફળ કામગીરી કરે તેવી લોક માંગ જાગૃત નાગરિકોમાં ઉઠવા પામી છે.
હારુન પટેલ : ભરૂચ
મો : 99252 22744