ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઇમ રેટ વધ્યો હતો. અંકલેશ્વર શહેરમાં ચોરી સહિતની ગુનાની ઘટનાઓ વધતા પોલીસ વિભાગ પણ એક્શનમાં જોવા મળી રહ્યું છે. ગતરાત્રીના સમયે અંકલેશ્વર પંથકમાં ભરૂચ જિલ્લા પોલીસની ૮ જેટલી ટીમોએ ધામા નાંખ્યા હતા.
અંકલેશ્વરના રાજપીપળા ચોકડીથી સારંગપુર, મીરાનગર સહિતના વિસ્તારમાં પોલીસ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં પોલીસ વિભાગની 8 જેટલી ટીમો બનાવી વિવિધ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથધરી વિસ્તારમાં રહેતા ભાડુઆત, દુકાનદાર સહિત વાહનોનું ચેકીંગ, ગેસ રિફીલિંગ કરતા ઈસમો સહિત નાઓનું ચેકીંગ હાથધરી ક્રાઇમ રેટને અંકુશમાં લાવવા પોલીસ વિભાગ સતર્ક બન્યું છે.
અંકલેશ્વરમાં ભરૂચ જિલ્લા પોલીસે મોટાપાયે કરાયેલ કોમ્બિંગ ઓપરેશનમાં 1 Dysp, 8 PI અને 11 PSI સહિત 100 થી વધુ પોલીસકર્મીઓ જોડાયા હતા અને મોટી સંખ્યામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ઝડપી પાડવાનો પોલીસે પ્રયાસ હાથ ધર્યો હતો. મોડી રાત સુધી ચાલેલ પોલીસના મેગા કોમ્બિંગમાં અનેક વાહન ચાલકો દંડાયા હતા તેમજ અનેક શંકાસ્પદ પ્રવૃતિઓ અંગે કેટલાય લોકોની પોલીસે પૂછપરછ હાથધરી હતી. પોલીસ વિભાગ દ્વારા અચાનક આટલા મોટા પ્રમાણમાં થયેલ કોમ્બિંગની બાબત લોકો વચ્ચે પણ ચર્ચાનું કેન્દ્ર બની હતી.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744