Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કતોપોર બજાર માર્ગ બન્યો અત્યંત બિસ્માર, ભર બજાર વચ્ચે માર્ગ પર સળિયા ઉપસી આવ્યા.

Share

ભરૂચ નગર પાલિકા હદ વિસ્તારમાં આવેલ કતોપોર બજાર માર્ગ અત્યંત બિસ્માર બન્યો હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે. નગરપાલિકાના વોર્ડ નંબર ૧૦ માં આવેલ આ વિસ્તારમાં મુખ્ય બજાર હોય રોજના હજારો લોકોની અવરજવર અહીંયાથી થતી હોય છે, પરંતુ ચાલુ વર્ષે વરસાદી માહોલ બાદ આ વિસ્તારના રસ્તા બિસ્માર બની ગયા હોવાની બુમો લોકો વચ્ચેથી સામે આવી રહી છે.

ભરૂચનો હાર્દસમાં કતોપોર બજાર વિસ્તારમાં શાકભાજી વિક્રેતા સહિત કપડાં અને વેપાર ધંધા કરવા માટેની હજારો દુકાનો અહીંયા આવેલી છે, જ્યાં અનેક વેપારીઓ પોતાનો રોજગાર મેળવી પરીવારનું ગુજરાન ચલાવી રહ્યા છે, તો બીજી તરફ બજારમાંથી પસાર થતો મુખ્ય માર્ગ જ અત્યંત બિસ્માર બનતા માર્ગ ઉપર સળિયા ઉપસી આવતા અહીંયાથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ સમાન સ્થિતિનું સર્જન થયું છે.

સ્થાનિકોનું માનવામાં આવે તો કતોપોર બજાર તરફ આવતા અનેક રસ્તાઓ ચોમાસાની ઋતુમાં ધોવાઈ ગયા છે તો કેટલાક સ્થળે તો મસમોટા ખાડા પડી જવાના કારણે અહીંયાથી પસાર થવામાં પણ લોકોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે તેવામાં નગરપાલિકાનું તંત્ર વહેલી તકે આ વિસ્તારમાં બિસ્માર બનેલા માર્ગોનું રીપેરીંગ કાર્ય હાથધરે તેવી સ્થાનિકો સહિત વેપારી વર્ગ માંગ કરી રહ્યા છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ગારદા – મોટાજાંબુડા વચ્ચેથી પસાર થતી મોહન નદીનો ચેક ડેમ ઓવરફ્લો

ProudOfGujarat

રાજપીપલા જેલમા છેલ્લા બે વર્ષથી જેલની સજા ભોગવતો મર્ડર કેસનો આરોપીને કોર્ટે નિર્દોશ છોડી મુક્યો !?

ProudOfGujarat

નર્મદા ડેમના પાંચ દરવાજા ૩૦ સે.મી. ખોલતા ભૂગર્ભ જળ-વિદ્યુત મથકો ધમધમતા થયાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!