Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચનો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થ ક્રાઇમ બ્રાંચના હાથે ઝડપાયો, નવસારીના ગણદેવીમાં ક્રાઇમ બ્રાંચનું સફળ ઓપરેશન.

Share

ભરૂચ જિલ્લામાં નશાની દુનિયાને વિકસાવનાર અને ઠેરઠેર ભરૂચ શહેરમાં દારૂના દુષણને પહોંચાડનાર તેમજ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં વોન્ટેડ રહેનાર કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કાયસ્થને ઝડપી પાડવામાં લાંબા સમય બાદ ક્રાઇમ બ્રાંચના કર્મીઓને સફળતા પ્રાપ્ત થઈ છે.

ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓને મળેલ બાતમીના આધારે ભરૂચનો કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો નવસારી જિલ્લાના ગણદેવી ખાતે રોકાયેલ છે જે અંગેની માહિતી બાદ ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ દરોડા પાડી નયન ઉર્ફે બોબડો કાયસ્થને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે નયન ઉર્ફે બોબડો ભરૂચ જિલ્લામાં પ્રોહીબિશનના ગુનામાં સહિત હાલોલ પોલીસ મથકની હદમાં મારામારીના ગુનાઓમાં સામેલ હોય ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે તેની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર 6 ની પેટા ચૂંટણીના છેલ્લા દિવસે ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવારો એ પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી નોંધાવી

ProudOfGujarat

કમોસમી વરસાદને લઇને ઝઘડીયા તાલુકામાં ચોમાસા જેવો માહોલ જામ્યો.

ProudOfGujarat

ભરૂચ : ઝધડીયા સ્થિત ગુમાનદેવ મંદિર હાલ દર શનિવારના રોજ કોરોના ગાઇડલાઇન અંતર્ગત ખુલ્લું મુકાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!