Proud of Gujarat
INDIAFeaturedGujarat

વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી નિમિત્તે વાંકલમાં હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પ યોજાયો.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલ સરકારી સાયન્સ કોલેજ ખાતે ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે હિમોગ્લોબિન ચેકઅપ કેમ્પ યોજવામાં આવતા 100 જેટલી મહિલાઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ તારીખ 17 મી સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી વિવિધ સેવા કાર્યો થકી જન્મદિવસની ઉજવણી થઈ રહી છે જેના ભાગરૂપે વાંકલ સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે હિમોગ્લોબીન ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ સમયે જિલ્લા ભાજપના મહામંત્રી દીપકભાઈ વસાવા, તાલુકા પંચાયત સભ્ય ડો. યુવરાજસિંહ સોનારીયા, હર્ષદભાઈ ચૌધરી, તાલુકા ભાજપ પ્રમુખ મુકુંદભાઈ પટેલ, મહામંત્રી રમેશભાઈ ચૌધરી, તાલુકા પંચાયત સદસ્ય શકુંતલાબેન ચૌધરી, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રંજનબેન તરસાડીયા વગેરે આગેવાનો હાજર રહ્યા હતા.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

રાજપીપળા : નાંદોદ હજરપુરા સીમમા એરંડા (દિવેલા) 54,000 પુળા સળગાવી દેતા ભારે નુકશાન.

ProudOfGujarat

અંકલેશ્વર જવાહર બાગ સામે લક્ઝરી બસના ચાલકે રાહદારીને અડફેટે લેતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા “અમને ખોરકની જરૂર છે નહિ કે તમાકુની” થીમ સાથે સાયકલ રેલી યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!