છોટાઉદેપુર જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચે અત્રોલી ગામેથી મોટર સાઇકલ ઉપર લઈ જવાતો રૂપિયા ૪૦,૩૮૦ નો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. ધર્મેન્દ્ર શર્મા, પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓ દ્વારા સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારૂ સુચના કરેલ જે સંબંધે એચ.એચ.રાઉલજી ઇન્ચા પોલીસ ઇન્સ્પેકટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલ.સી.બી સ્ટાફના પોલીસ માણસોને સુચના કરેલ અને મધ્યપ્રદેશ રાજ્યની બોર્ડરની અડીને આવેલ છોટાઉદેપુર જિલ્લાના અલગ – અલગ પો.સ્ટે . વિસ્તારોમાં ગુજરાત રાજ્યમાં આવવાના રસ્તા ઉપર પ્રોહી વોચ નાકાબંધી કરવા જણાવેલ જે સંબંધે એલ.સી.બી. સ્ટાફના પોલીસ માણસો રંગપુર પો.સ્ટે. વિસ્તારના અત્રોલી ગામે રોડ ઉપર પ્રોહી વોચ નાકાબંધી કરતા બજાજ પલ્સર મોટર સાયકલ ઉપર લઇ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ નંગ ૧૮૦ કિંમત રૂપિયા ૪૦,૩૮૦ તેમજ ગાડી કિંમત રૂપિયા ૬૦,૦૦૦ તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧,૦૦,૫૮૦ નો મુદ્દામાલ કબજે કરી દિનેશભાઈ નાનુંભાઈ રાઠવા રહે. ધડાગામ, ખરેડી ફળિયા તા.જી.છોટાઉદેપુર નાઓને ઝડપી પાડી રંગપુર પોલીસ મથકે ગોનો નોંધી કાર્યવાહી હાથ ધરેલ છે.
ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર