છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલા રાજ્ય સરકાર સામેના માલધારી સમાજના આંદોલનને એક નવું સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે હવે ઢોર નિયંત્રણ કાયદાને પરત લેવા માટે માલધારી સમાજ પણ પોતાનું વેપાર નહીં કરી એટલે કે દૂધનું વેચાણ બંધ કરી અને સરકાર સામે વિરોધ નોંધાયો છે.
મહત્વનુ છે કે રસ્તે રખડતા ઢોરને પકડવાની કામગીરી તો કડકાઇથી ચાલતી હતી ત્યારે હવે દરેક અલગ અલગ શહેરના ઢોર ડબ્બા પાર્ટી દ્વારા ઢોરવાડામાં બાંધેલા ઢોરને પકડી જવાની શરૂઆત કરાઈ ત્યારે માલધારી સમાજ એક થઈ ઢોર નિયંત્રણ કાયદો પરત લેવા હવે આજે સમગ્ર રાજ્યમાં દૂધ વેચાણ નહીં કરવાનો નિર્ણય લીધો છે. સવાલ એ પણ છે કે રખડતા ઢોરના કારણે બનતા અકસ્માતોને ધ્યાનમાં રાખતા જ્યારે હાઇકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી ત્યારબાદ રાજ્ય સરકાર પણ ઢોર નિયંત્રણ કાયદા અને રખડતા ઢોરના પ્રશ્નોને કાબુમાં લેવા માટે આગળ આવી છે ત્યારે બીજી તરફ આ કાયદો પરત લેવા માટે માલધારી સમાજ સરકાર સામે બાયો ચડાવી બેઠું છે ત્યારે હવે સરકારના નક્કી કરેલા કાયદા અને માલધારી સમાજની માંગણીઓમાં કોની જીત થાય છે તે જોવું મહત્વનું છે.