ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા રાજ્ય સરકાર સામે જાણે કે આંદોલનો વાવાઝોડ ફૂંકાયું હોય તેવી સ્થિતિનું સર્જન જોવા મળી રહ્યું છે,વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે જ્યાં એક તરફ વિવિધ વિભાગોના કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે તો બીજી તરફ હવે માલધારી સમાજે પણ પોતાના સમાજને લગતા વિવિધ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે બાયો ચઢાવી છે.
આજરોજ ભરૂચના નીલકંઠડેશ્વર નર્મદા નદીના કાંઠા વિસ્તારમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનોએ ઉપસ્થિત રહી માલધરી સમાજને લગતા વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે તેમજ સરકાર દ્વારા લાવવામાં આવેલ બિલના વિરોધમાં એક દિવસ માટે દૂધની હડતાળ પાડી નર્મદા નદીમાં દૂધનું અભિષેક કરી તેમજ સિવિલ હોસ્પિટલ સહિત જરૂરિયાત લોકોને દૂધનું વિતરણ કરી સરકારની નીતિનો વિરોધ નોંધાવ્યો હતો.
માલધારી સમાજના આગેવાનો નું જણાવવું છે કે માલધારીઓને સીટીની બહાર કાઢવાની નીતિ તેમજ હાલમાં ગૌચરની જમીનો પણ રહી નથી તો માલધારી સમાજે જવું ક્યાં સાથે સાથે સરકાર ચોક્કસ એક સમાજને ટાર્ગેટ કરતી હોવાના પણ આક્ષેપ કર્યા હતા તેમજ જો વિધાનસભા સત્રમાં બિલ પાસ થશે તો આગામી દિવસોમાં ૧૦ દિવસ સુધી માલધારી સમાજ દૂધ વિતરણ બંધ કરી આંદોલન કરશે તેવી પણ ચિમકી ઉચ્ચારવામા આવી હતી.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744