Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચથી ભેંસો ભરી મહારાષ્ટ્ર તરફ જતી ટ્રકના ચાલકને અંકલેશ્વર વાલિયા ચોકડી વિસ્તારમાં રોકી ટોળાએ માર મારી ટ્રકમાં તોડફોડ કરી.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના જંબુસર બાયપાસ ચોકડી વિસ્તાર નજીક આવેલ લુકમાન પાર્ક સોસાયટીમાં રહેતા અને ડ્રાઇવર તરીકે નોકરી કરતા જિશાન દાઉદ મન્સૂરી આમોદ તાલુકાના આછોદ ગામ ખાતેથી પંદર જેટલી દુધાળી ભેંસો ભરીને મહારાષ્ટ્રના ધુલિયા ખાતે વેચાણ અર્થે જઇ રહ્યા હતા તે જ દરમિયાન ભરૂચથી અંકલેશ્વર તરફ ટ્રક જતા કેટલાક લોકોએ ટ્રકનો પીછો કર્યો હતો.

ટ્રકના ચાલક જિશાન મન્સુરીને વાલિયા ચોકડી નજીક સુરેશ ભરવાડ સહિતના ટોળા એ રોકી ટ્રકમાં શુ ભરેલું છે પૂછતાં ટ્રકના ચાલકે ટ્રકમાં ભેંસો ભરેલ હોવાનું જણાવ્યું હતું જે બાદ ટ્રકના ચાલકે તેના માલિક સાથે વાત કરતા તેઓએ ટ્રકને વાલિયા ચોકડી પોલીસ ચોકી પાસે ટ્રક લઇ જવા માટે જણાવ્યું હતું તે જ દરમિયાન સુરેશ ભરવાડ અને અન્ય ઇસમોએ જિશાનને ટ્રકમાંથી નીચે પાડી દઇ તેને માર માર્યો હતો સાથે જ લાકડી વડે ટ્રકના કાંચ પણ તોડી નાંખ્યા હતા.

ટ્રકના ચાલક જિશાન મન્સૂરીને મારમારતા તેનો મોબાઈલ ફોન પણ તૂટી ગયો હતો તેમજ તેની પાસે રહેલ રોકડ રકમ પણ ક્યાંક પડી ગઇ હતી, જે બાદ બાદ ટ્રક ચાલક જીશાને અંકલેશ્વર શહેર પોલીસ મથકે જાણ કરતા પોલીસે સમગ્ર મામલા અંગે સુરેશ ભરવાડ સહિતના ટોળા સામે ગુનો દાખલ કરી તેઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

અંકલેશ્વરમાં ડુપ્લીકેટ મોબાઈલ ફોનની એસેસરીઝ નું વેચાણ કરતા પાંચ દુકાનદારો ની ધરપકડ કરતી બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ (માતૃસંસ્થા) ગોધરા એકમની પ્રથમ કારોબારીની બેઠક મળી.

ProudOfGujarat

હાઈવે રોડ ઓળંગવા જતા વાહન ની ટકકરે મજૂર ઈસમ નું મોત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!