Proud of Gujarat
GujaratFeaturedINDIA

પોરબંદર : લુપ્ત થતા ચાકડામાંથી માટીના ગરબા બનાવવાની પરંપરા જગતિયા પરિવારે જાળવી રાખી.

Share

નવરાત્રિના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. આ તહેવારમાં લોકો પોતાના ઘરમાં માટીનો ગરબો રાખવાની પરંપરા મુજબ ખરીદી કરે છે. પોરબંદર શહેરમાં જગતિયા પરિવાર દ્વારા છેલ્લા પ૦ વર્ષથી ચાકડામાં માટીના અવનવા ગરબા બનાવી ડેકોરેશન કરી વેંચાણ અર્થે મુકે છે. પરંતુ ચાકડા ઉપર માટીના ગરબા બનાવવાની પદ્ધતિ લુપ્ત થતી જાય છે.

આદ્યશક્તિની આરાધના કરવા માટે વર્ષમાં આવતી ૪ નવરાત્રિ પૈકી આસો મહિનાની નવરાત્રિનું વિશેષ મહત્વ છે. આગામી ર૬ સપ્ટેમ્બરથી નવલા નોરતાનો પ્રારંભ થશે. તેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં હોવાથી નોરતા પૂર્વે બજારોમાં રંગબેરંગી સુંદર માટીમાંથી બનાવેલ ગરબાનું વેચાણ થઇ રહ્યું છે. પ્રાચીન પરંપરા અનુસાર નોરતા દરયિમાન લોકો ઘરે ઘરે માટીના ગરબામાં ઘઉ તેમજ કોડિયું રાખીને દિપ પ્રગટાવવાની પરંપરા જોવા મળે છે. ભાવિકો શ્રદ્ધાથી માટીના દેશી ગરબાની ખરીદી કરી નવ દિવસ તેમાં અખંડ દિવો કરી માતાજીની આરાધના કરે છે. આજના આધુનીક યુગમાં સમય બદલાણો છે અને પદ્ધતિ પણ બદલાઇ છે. પરંતુ પોરબંદર શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા મનોજભાઇ જગતિયા પરિવાર દ્વારા છેલ્લા પ૦ થી ૬૦ વર્ષથી ચાકડા ઉપર માટીના ગરબા બનાવી ડેકોરેશન તેમજ કલર કરી વેચાણ અર્થે મુકે છે. આ વર્ષે પણ ૧પ૦૦ જેટલા અવનવા ગરબા બનાવવામાં આવ્યા છે. તેમની સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે અમારો આ વંશ પરંપરાગત ધંધો છે. કાચી માટીમાંથી ગરબા બનાવવામાં આવે છે. જેમાં અવનવા કલર, ડિઝાઇન, સુશોભીત કરી બજારમાં મુકીએ છીએ. પરંતુ માટીમાંથી ગરબા બનાવવાની જુની પરંપરા છે તે લુપ્ત થતી જઇ રહી છે. આજની નવી પેઢી ચાકડા ઉપર માટીના ગરબા બનાવવાનું ટાળી રહ્યાં છે.

Advertisement

નવરાત્રિના એક માસ પુર્વે માટીમાંથી ગરબા બનાવવાનું શરૂ કરવામાં આવે છે. આખા દિવસની મહેનતના પગલે અવનવા ગરબા બનીને તૈયાર થાય છે. પોરબંદરની અંદર માટીમાંથી ગરબા બનાવવાની પદ્ધતિ સાથે ૮ થી ૧૦ ધંધાર્થીઓ સંકળાયેલા છે. આ ઉપરાંત મનોજભાઇ જગતિયાના પુત્ર રોનક જગતિયાએ જણાવ્યું હતું કે માટીમાથી મારા પિતા ગરબા બનાવે છે જે બન્યા બાદ તેમાં ડેકોરેશન, કલર તૈયાર કરવાની કામગીરી મારા તથા મારા પરિવાર દ્વારા કરવામાં આવે છે. પહેલાની જેમ હવે લોકો માટીના ગરબાની બદલે તૈયાર આવતા ગરબા લઇ રહ્યાં છે. હાલ અમારા પરિવાર દ્વારા ૧પ૦૦ જેટલા નાના-મોટા ગરબા બનાવ્યા છે. પરંતુ વેચાણમાં હાલ તો કાઇ ખાસ છે નહીં. ર૦ રૂપિયાથી લઇ ૩૦૦ રૂપિયા સુધીના નાના-મોટા ગરબાઓ તૈયાર કરાયા છે. બજારોમાં પણ ગરબાનું વેચાણ થઇ રહ્યું છે પરંતુ હાલ વેચાણમાં ઘરાકી જોવા મળતી નથી. માટીમાથી બનતા ગરબા લોકો પોતાના ઘરની અંદર રાખે છે. આ પરંપરા સૌરાષ્ટ્રમાં વધુ પડતી જોવા મળે છે. આ રીતે જગતિયા પરિવાર દ્વારા ચાકડા ઉપર માટીના ગરબા બનાવવાની પરંપરા જાળવી રાખી છે.


Share

Related posts

સુરત : રોટરી ક્લબ સુરત ઇસ્ટ દ્વારા કોર્પોરેશનની શાળામાં સ્વેટર વિતરણ કાર્યક્રમ યોજાયો…

ProudOfGujarat

કૃષિ વિભાગ દ્વારા એજન્સીઓને બિયારણ નો કોન્ટ્રાક્ટ અપાતા તપાસની માંગ કરતા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સંદીપ માંગરોલા

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાની પ્રાથમિક શાળા ગુલીઉમરમાં રંગોલી સ્પર્ધા યોજાય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!