મા શક્તિના આરાધનાના પર્વ નવલી નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં નવરાત્રિની તડામાર તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે. ભરૂચ,અંકલેશ્વર સહિત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં નવરાત્રી પર્વને લઇ ગરબા આયોજકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભરૂચ શહેરના વિવિધ પાર્ટી પ્લોટ, કોમન પ્લોટ સહિત સોસાયટી વિસ્તારોમાં નવલી નવરાત્રીના પર્વને મનાવવા ખૈલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
કોરોના મહામારીના તાંડવ બાદ આ વર્ષે નવરાત્રી પર્વને ધામધૂમ પૂર્વક ઉજવવા માટે શહેરીજનો આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે. ભરૂચ,અંકલેશ્વરમાં માં શક્તિના આરાધનાના પર્વ નવરાત્રીને લઇ ગરબે ઘુમવા માટે ગરબા રસિકોમાં ટ્રેડીશનલ ડ્રેસની માંગ પણ વધી છે, તો બીજી તરફ પાર્ટી પ્લોટ, કોમન પ્લોટ અને શેરી ગરબાના આયોજન માટેની તૈયારી ઓને પણ આખરી ઓપ અપાઈ રહ્યો છે.
ભરૂચ, અંકલેશ્વરમાં નવલી નવરાત્રીના પર્વને લઇ એક માસ પહેલાથી જ વિવિધ ગરબા ક્લાસીસમાં અવનવા ગરબા સ્ટેપ શીખવા માટે પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે, તો બીજી તરફ શેરી ગરબા, સોસાયટી ગરબા અને વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજીત થતા નવરાત્રી મહોત્સવના ગરબા ગ્રાઉન્ડ ઉપર એક સપ્તાહ પહેલાથી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744