ભરૂચ જિલ્લામાં દિવસેને દિવસે નશાખોરીની દુનિયા વિકસિત થઇ રહી હોય તેમ પહેલા વિદેશી શરાબ અને હવે ડ્રગ્સના જથ્થા ઝડપાઇ રહ્યા છે, નશનાઓ વેપલો કરતા તત્વોની કરતૂતો આખરે જેલના સળિયા પાછળ ધકેલવામાં પોલીસ વિભાગને પણ સફળતાઓ મળી રહી છે, તેમ છતાં કેટલાક તત્વો હમ નહિ સુધરેગે જેવી નીતિ અપનાવીને હજુ પણ પોતામાં નાપાક ઈરાદા પાર પાડી રહ્યા છે અને યુવાધનને નશાની ચૂંગાલ તરફ ધકેલી રહ્યા છે તેવા તત્વો સામે હવે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમોએ લાલઆંખ કરી છે.
ભરૂચ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બાતમીના સલમાન મુસ્તાક પટેલ નામના ઈસમ પાસેથી પોલીસને મેફેડ્રોન ડ્રગ્સ ૯૯ ગ્રામ જેની કિંમત ૯,૯૦,૦૦૦ ની થાય છે જેને રેલવે સ્ટેશન ખાત્તે થી ઝડપી પાડી જથ્થો મંગાવનાર ઈસમ ઇમરાન શોકત ખીલજી નામના નિવૃત મહુર્મ પોલીસ કર્મીના પુત્રને ઝડપી પાડી તેઓ પાસેથી મોબાઈઓ ફોન સહિત કુલ ૧૦,૧૦,૦૬૦ નો મુદ્દામાલ કબ્જે કરી બંને ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલા બંને આરોપીઓ સલમાન અને ઇમરાન ભરૂચ બી ડીવીઝન પોલીસ મથકના ચોપડે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને વધુ એકવાર ડ્રગ્સ મામલે પોલીસે તેઓની ધરપકડ કરી તેઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં સફળતા પ્રાપ્ત થઇ છે. પોલીસ પકડમાં આવેલ બંને ઈસમો ભરૂચના રહેવાસી છે જેમાં સલમાન મુસ્તાક પટેલ ભરૂચ શહેરની નેશનલ પાર્ક સોસાયટીનો તેમજ ઇમરાન શોકત ખીલજી ભરૂચના કાળીતલાવડી વિસ્તારમાં આવેલ વસિલા સોસાયટીનોમાં વસવાટ કરે છે જેઓ બંને ઈસમોને પોલીસ ડ્રગ્સમાં જથ્થા સાથે ઝડપી પાડયા છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744