વડોદરા શહેરના આર્ટિસ્ટ આસિશ કુમાર દાસે બનાવેલાં 21 સ્કલ્પચર્સને એલેમ્બિક સીટીમાં આવેલી ધ ડિસ્ટીલેરી આર્ટ ગેલેરી ખાતે પ્રદર્શનાર્થે મૂકવામાં આવ્યાં છે. જે વિશે આર્ટિસ્ટ આસિશ કુમાર દાસે કહ્યું હતું કે, તેઓએ MSU ની ફાઈન આર્ટ્સમાંથી સ્કલ્પચરમાં માસ્ટર્સ કર્યું છે. આ ક્ષેત્રે તેઓ 30 વર્ષથી કાર્યરત છે. આ એક્ઝિબિશનમાં પ્રદર્શિત કરાયેલાં દરેક સ્કલ્પચર જાણે પોતાની આગવી સ્ટોરી કહેતાં હોય તેવું પ્રતિત થાય છે. જેથી તેઓએ આ એક્ઝિબિશનને ધ રાપસોડી ટાઈટલ આપ્યું છે. જે ગીક ભાષાનો શબ્દ છે અને તેનો અર્થ હાઈલી એક્સપ્રેસિવ તેવો થાય છે.
અત્યારે સુધી તેઓએ 40 જેટલાં ગ્રુપ અને સોલો શૉ કર્યાં છે. આ તેઓનું 19 મું સોલો શૉ છે. જેના પ્રિવ્યુ શૉ નું આયોજન અહીં કરાયું છે. અત્યાર સુધી તેઓએ 8 જેટલાં નેશનલ અને ઈન્ટરનેશનલના સન્માનો અને ફેલોશિપ પણ મળી છે. ઉપરાંત તેઓએ વૉલ ઓફ પીસ પ્રોજેક્ટ હેઠળ બનાવેલાં સ્કલ્પચર્સ કેનેડાના ટોરેન્ટો શહેરના મ્યુઝિયમમાં મૂકાયેલાં છે.
તેઓ હ્યુમન ફિગરને નેચર સાથે કનેક્ટ કરે છે કારણ કે, પર્યાવરણ વગર માનવનું અસ્તિત્વ શક્ય જ નથી. આ એક આખી શૃંખલા છે, જેને બેલેન્સ કરવી ખૂબ જરુરી છે.