વલસાડ રેલવે સ્ટેશન ઉપર RPF ચોકી પાસે સાપ આવી ચડ્યો હતો જેને પગલે રેલ કર્મીઓમાં દોડધામ મચી ગઇ હતી. જોકે, જીવદયા ગ્રુપના સભ્યોની મદદ લઈને યાત્રીઓને સાપ નુકસાની પહોંચાડે તે પૂર્વે રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો. જીવદયા ગ્રુપના સભ્યોએ સાપનું રેસ્ક્યુ કરીને વન વિભાગની ટીમને સોંપ્યો હતો.
RPF ચોકી પાસે સાપ પહોંચતા રેલ કર્મીઓએ જીવદયા ગ્રુપના સભ્યોને ઘટનાની જાણ કરી હતી. જેથી સાપનું રેસ્ક્યુ કરવાનો પ્રયાસ કર્યો હતો. જીવદયા ગ્રુપના મિતેષ પટેલ અને તેમની ટીમે 30 મિનિટની ભારે જહેમત બાદ સાપને પકડવામાં સફળતા મેળવી હતી. વલસાડ રેલ કર્મીઓએ જીવદયા ગ્રુપના સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
Advertisement