૧૭ સપ્ટેમ્બર-વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની દેશભરમાં ઉજવણી થઇ, ત્યારે ખેડા જિલ્લાને સમાવતા ચરોતર વિસ્તારની જનતાને ઉપયોગી બની રહે તેવી ફૂલ ૧૧ ટ્રેનોના નડિયાદ અને મહેમદાવાદ સ્ટોપેજનો લાભ આજથી મળતો થઇ ગયો છે. ચરોતર વિસ્તારમાં વસતા કચ્છ, સૌરાષ્ટ્ર અને રાજસ્થાનના વતનીઓની માંગણીના પગલે કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી અને ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે રેલવે મંત્રાલયમાં ઉચ્ચ કક્ષાએ આ સ્ટોપેજ માટે કરેલી રજુઆતો અને પ્રયત્નોને પરિણામે ૧૧ જેટલી ટ્રેનોના સ્ટોપેજ નડિયાદ અને મહેમદાવાદ સ્ટેશને મંજુર કરાયા હતા. તે તમામ ટ્રેનો આજથી નડિયાદ અને મહેમદાવાદ રેલવે સ્ટેશને થોભશે. આ ટ્રેનોમાં મુસાફરી કરનારા સહુ યાત્રીકોને કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણે શુભેચ્છા પાઠવી હતી.
નરેશ ગનવાણી : નડિયાદ
Advertisement