ઘી નડિયાદ એજયુકેશન સોસાયટી સંચાલિત જે. એન્ડ જે. કોલેજ ઓફ સાયન્સ નડિયાદના આઝાદીનાં ૭૫ મા વર્ષની ઉજવણીના ભાગરૂપે તેમજ ઈન્ટરનેશનલ માઈક્રોઓર્ગેનિઝમ દિવસના ઉજવણી નિમિત્તે કોલેજના માઈક્રોબાયોલોજી તથા બાયોલોજી વિભાગ દ્વારા એક પ્રદર્શનનું આયોજન થયું જેમાં નડીઆદ નગરની વિજ્ઞાન શાળમાઓના અંદાજી ૫૦૦ વિદ્યાર્થીઓ બાયોલોજી તથા માઈટ્રોબાયોલોજી વિષયનો પરિચય મળી રહે તે માટે કોલેજના વિધાર્થીઓ દ્વારા મોડેલ, પોપ્ટર, તેમજ માઈક્રોબાયોલોજીક્લ ફુડ કોર્ટ અને માઈક્રો. ઓર્ગેનીઝમની રંગોળી વગેરેની રચના કરી હતી. આ કાર્યક્રમના ઉદ્દઘાટન પ્રસંગે સરદાર પટેલ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના ડીન ર્ડા. કે. સી. પટેલ તથા માઈક્રોબાયોલોજીસ્ટ સોસાયટી ઓફ ઈન્ડિયાના રાજયકક્ષાના કો.ઓર્ડિનેટર ર્ડા. હરેશ કહેરીયા, બાયોસાયન્સ ડીપાર્ટમેન્ટ એસ.પી.યુનિ. તેમજ ર્ડા. રાજેન્દ્ર પ્રજાપતિ એમ.બી. પટેલ સાયન્સ કોલેજ, આણંદના ઉપસ્થિત રહયાં હતા.
આ પસંગ મહેમાન ર્ડા. કે. સી. પટેલ પ્રાસંગિક ઉદ્દબોધન કરી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન દીપ પ્રાગટય કરીને ર્ડા. કે.સી.પટેલ, ર્ડા. હરેશ કહેરીયા અને ર્ડા. રાજેન્દ્ર પ્રજાપતિના વરદુહસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના આચાર્ય ર્ડા. અલ્પેશભાઈ પટેલ પૃથાબેન એમ. સોની, ર્ડા. અજીત એમ.પટેલ સહિત સોસાયટીના હોદ્દેદારોઓએ શુભેચ્છા અને આર્શીવાદ પાઠવ્યાં હતાં.
નરેશ ગનવાણી : નડિયાદ