Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : ઉમરપાડાના વાડી ખાતે નિર્માણાધિન ધો.૬ થી ૧૨ સૈનિક શાળાનું નિરીક્ષણ કરતા આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ.

Share

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાના વાડી ગામે અંદાજિત ૨૦ એકરમાં નિર્માણ પામી રહેલી ધો. ૬ થી ૧૨ ની આધુનિક સુવિધાઓથી સજ્જ સૈનિક શાળાની આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે મુલાકાત લઈને બાંધકામની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. મંત્રીએ અધિકારીઓને અહીં જરૂરી રચનાત્મક સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું. મંત્રી સાથે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા અને આદિજાતિ વિભાગના અધિકારીઓ જોડાયા હતા.

નોંધનીય છે કે, વાડી સૈનિક શાળામાં ૭૦૦ વિદ્યાર્થીઓ જેમાં ૩૫૦ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી શકશે. આ શાળામાં કેન્ટીન, સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ, કોમ્પ્યુટર લેબ, ફિઝિક્સ લેબ, લાઈબ્રેરી, શોપિંગ કોમ્પલેક્ષ જેવી વિવિધ આધુનિક સુવિધાઓ ઉભી થઈ રહી છે.

વિનોદ મૈસૂરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

જિલ્લા પ્રભારી સચિવશ્રી હૈદરના અધ્યક્ષપદે જિલ્લા સંકલન-સહ-ફરિયાદ નિવારણ સમિતિની મળેલી બેઠક

ProudOfGujarat

માંગરોળ : વાંકલ અંબાજી મંદિરે ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

મહિસાગર : ભારતના સૌપ્રથમ ડાયનોસોર ફોસીલ પાર્કનું મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે લોકાપર્ણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!