માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સરકારની પોસ્ટ મેટ્રિક, પ્રીમેટ્રિક, સરસ્વતી સાધના યોજના, સાઇકલ સહાય અને પી.એમ યશસ્વી યોજના જેવી શિષ્યવૃત્તિઓની ઓનલાઇન કામગીરી સત્વરે પૂર્ણ થાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી શિલ્પાબેન પટેલના અઘ્યક્ષસ્થાને સંતરામ ગર્લ્સ હાઇસ્કુલ, નડિયાદ ખાતે સંકલન મીટીંગ યોજાઈ.
આ બેઠકમાં જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા જિલ્લા કક્ષાએ શાળાવાર લાયઝન અધિકારીઓની નિમણૂક કરવામાં આવી. ઉપરાંત શિષ્યવૃત્તિઓ માટે સમગ્ર ઓનલાઈનની કામગીરી તારીખ ૩૦/૦૯/૨૦૨૨ સુધીમાં પૂર્ણ થાય અને વાલીઓને આવકનો દાખલો અને જાતિ પ્રમાણપત્ર જેવા આધારો ઝડપથી મળે તે માટે જરૂરી માર્ગદર્શન આપી શાળાઓ પાસે જરૂરી ફોલો-અપ લેવા માટે ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં નાયબ નિયામક અનુસૂચિત જાતિ, નાયબ નિયામક વિકસતી જાતિ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શિક્ષણ નિરીક્ષક, શિક્ષણ સેવાના અધિકારીઓ, આચાર્યઓ, મદદનીશ શિક્ષણ નિરીક્ષક સહિત તમામ હાજર રહ્યાં હતાં.
નરેશ ગનવાણી : નડિયાદ