વડોદરામાં ગત મોડી સાંજે એક અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યાં એક કારની આગળ કાર માલિકે ગધેડા ઉભા રાખી ઢોલ નગારા વગાડી પોતાની વ્યથા કંપની શો રૂમ સંચાલકો સામે ઠાલવતા કંપનીના સંચાલકોમાં દોડધામ મચી હતી, ગાડી બગડવાની ફરિયાદ મામલે કાર માલિક થાક્યા હતા, જે બાદ ગાડી ઉપર બેનર લગાવી અસંતોષ વ્યક્ત કર્યો હતો.
વાત કંઇક આમ છે કે એમ જી એટલે મોરીસ ગેરેજ નહીં પણ એમજી એટલે મોતની ગાડી ગમે ત્યારે કંઈ પણ થઈ શકે તેવા બેનરો લગાવી ગાડી માલિક દ્વારા અનોખો વિરોધ કરાયો છે, વડોદરાના મોરિસ ગેરેજ ઓપી રોડ ઉપર આવેલ શોરૂમ ની બહાર કાર માલિક દ્વારા વિરોધ પ્રદર્શન કરાયો હતો.
કાર માલિકનો વિરોધ અને મીડિયાની હાજરીને જોઈને મોરિસ ગેરેજના શોરૂમ ના કર્મચારીઓ દોડતા થયા હતા, કારના માલિકનું જણાવવું હતું કે છેલ્લા પાંચ દિવસથી શોરૂમના ધક્કા ખાતા હતા તેમ છતાં તેઓની સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું ન હતું જેને પગલે તેઓએ આખરે આ પ્રકારના વિરોધનો સહારો લઇ પોતાની રજૂઆત કરવાની નોબત આવી છે.
વડોદરા : 24 લાખની ગાડીના માલીકનો કંપની સામે અનોખો વિરોધ, બે દિવસમાં ગાડી બગડી અને ફરિયાદો છતાં નિરાકરણ ન આવ્યું.
Advertisement