અંકલેશ્વર જી.આઈ.ડી.સી. કામદાર સમાજના પ્રમુખ ડી.સી. સોલંકીના માર્ગદર્શન હેઠળ તેમજ સાહોલ શાળાના મદદનીશ શિક્ષક નિલેશકુમાર ડાહ્યાભાઈ સોલંકી થકી બી.ઈ.આઈ.એલ. ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના માધ્યમ દ્વારા હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે યુનિફોર્મ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ બાળકોને કરવામાં આવ્યું હતું.
રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પૂર્વ પ્રમુખ મીરાબેન પંજવાણીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. નરેન્દ્રભાઈ ભટ્ટ, રોટરી ક્લબના પ્રમુખ અર્પણ સુરતી, પૂર્વ રોટેરિયન મોહનભાઈ જોષી, ન્યાય સમિતિના ચેરમેન રમેશભાઈ વસાવા, સરપંચ નવનીતભાઈ પટેલ, ડે. સરપંચ હેમલત્તાબેન સલાટ, શાળાના એસ.એમ.સી અધ્યક્ષ વનિતાબેન પટેલ,આચાર્ય પારસબેન, શિક્ષકગણ તેજસકુમાર પટેલ, નિતેશકુમાર ટંડેલ, વાલીગણ, એસ. એમ.સી.પરિવાર, આશાવર્કર, મધ્યાહન ભોજન પરિવાર, ગામજનોની ઉપસ્થિતિમાં શાળાના બાળકોને વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેનો બાળકોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેજસકુમાર પટેલ એ કર્યું હતું અને આભારવિધિ નિતેશકુમાર ટંડેલ એ કરી હતી.
હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે યુનિફોર્મ તેમજ શૈક્ષણિક કીટ વિતરણ કાર્યક્રમ યોજાયો.
Advertisement