Proud of Gujarat
INDIAFeaturedGujarat

રાજ્યના વોટરપોલો ખેલાડીઓ માટે નડિયાદ નગરપાલિકાનું સ્પોર્ટ્સ સંકુલ બન્યું ટ્રેનિંગ સેન્ટર.

Share

આગમી ૩૬ મી નેશનલ ગેમ્સનું આયોજન રાજકોટ ખાતે થઈ રહ્યું છે ત્યારે ગુજરાતની વોટરપોલો ટીમ પ્રથમવાર નેશનલ ગેમ્સમાં ભાગ લેશે.

નડિયાદ નગરપાલિકા સ્પોર્ટ્સ સંકુલના સ્વિમિંગ પૂલ ૫૨ ચાલી રહેલા કેમ્પમાં ૨૧ ખેલાડીને ભારતીય વોટરપોલો ટીમના પૂર્વ ખેલાડી કોચ મયંક પટેલ, અલ્પેશ પટેલ, સ્નેહલ શાહ સહિતના સઘન તાલીમ આપી રહ્યાં છે. ૨૫x૫૦ મીટરનું આ સ્વિમિંગ પૂલ આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધાઓ માટેની ક્ષમતા ધરાવે છે. નડિયાદ નગરપાલિકા સ્પોર્ટ્સ સંકુલના સ્વિમિંગ પૂલની વિશેષતા જણાવતા કોચ મયંક પટેલ કહે છે કે ફિલ્ટર પ્લાન્ટ, મસાજ સેન્ટર, હેલ્થ અને ન્યુટ્રીશન ગાઈડન્સની સુવિધાઓથી સજ્જ આ સંકુલ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાના ખેલાડીઓ તૈયાર કરવા કટિબદ્ધ છે.

Advertisement

વોટરપોલો રમત ફુટબોલની જેમ રમાતી હોય છે પરંતુ તફાવત એટલી કે આ રમત પાણીમાં રમાય છે. વોટરપોલોમાં બોલથી પ્લેયર ગોલ કરે છે. રમતમાં એક ટીમમાં કુલ ૧૩ ખેલાડીઓ હોય છે જેમાંથી ૭ ખેલાડી રમત રમે છે જ્યારે અન્ય ખેલાડી અવેજ રહે છે. રમતમાં આઠ-આઠ મિનિટના ચાર રાઉન્ડ રમાડવામાં આવે છે અને જે ટીમ વધારે ગોલ કરે ટીમ વિજેતા બને છે. ઉલ્લેખનીય છે કે ઘરઆંગણે યોજાઇ રહેલી આગામી નેશનલ ગેમ્સમાં વોટરપોલોમાં શાનદાર પ્રદર્શન કરવા ખેલાડીઓએ પણ સઘન પ્રેક્ટિસ ચાલુ કરી દીધી છે. આગામી તા.25 ના રોજ ગુજરાતના ૧૩ ખેલાડીની વોટરપોલો ટીમ જાહેર કરવામાં આવશે.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ- તારીખ ૨૧-૦૪-૧૯ ના રોજ સમારકામ અર્થે અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે:DGVCL

ProudOfGujarat

અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવતા જુના ધંતુરીયાની સીમમાંથી બે નંબરના ડીઝલનો જથ્થો મળી આવ્યો …

ProudOfGujarat

સુરત : ધો. ૧૦ની વિદ્યાર્થીની પર ૫ યુવકોએ કર્યો રેપ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!