Proud of Gujarat
INDIAFeaturedGujarat

નડિયાદ : શાળા આચાર્યઓની પરિણામ સુધારણા ચિંતન અને માર્ગદર્શન બેઠક યોજાઈ.

Share

ખેડા જિલ્લા શિક્ષણ અધિકારી શિલ્પાબેન પટેલના અધ્યક્ષસ્થાને ૩૦% થી ઓછું પરિમાણ ધરાવતી શાળાઓના આચાર્યઓની પરિણામ સુધારણા માર્ગદર્શન બેઠક ડાકોર હાઇસ્કુલ ખાતે યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓની નિયમિતતા, તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ સ્ટડી મટીરીયલ અને શિક્ષકોના સમાયદાન જેવા મહત્વના મુદ્દાઓ વિશે ચર્ચા વિમર્શ કરવામાં આવ્યો હતો. જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા બેઠકમાં હાજર ૪૫ આચાર્યઓ સાથે પરિણામ સુધારણા માટે વન ટુ વન ચર્ચા કરી આ મુદ્દે આગળના આયોજનની માહિતી મેળવવામાં આવી અને માર્ચ ૨૦૨૩માં શાળા પરિણામનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારીએ વિદ્યાર્થીઓના પરિણામમાં નોંધપાત્ર સુધારો કરવા હેતુસર જિલ્લા કક્ષાએ તજજ્ઞ ટીમ દ્વારા તૈયાર કરવામાં આવેલ ધોરણ-૧૦ માટે વિષયવાર સાહિત્ય સ્ટડી મટિરિયલ તેમજ ધોરણ- ૯ માટે ઉપચારાત્મક સાહિત્ય- બ્રિજ કોર્સ મટીરીયલનો મહત્તમ ઉપયોગ કરવાનું જણાવ્યું હતું. આ બેઠકમાં અનિયમિત બાળકોને નિયમિત કરી શાળામાં ૧૦૦% વિદ્યાર્થીઓની હાજરી માટે સમયદાન ઉપર ભાર મૂકી પરિણામ લક્ષી કાર્ય માટે તમામ આચાર્યઓને સમજાવવામાં આવ્યા અને શાળાનું પરિણામ સુધારવા માટે જરૂરી ઉપાયોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. ઉપરાંત શાળા પરીણામ બાબતે અગાઉ શાળા સંચાલક મંડળઓની સાથે મિટિંગ કરવામાં આવેલ હોવાથી જરૂર મુજબ તેમનો પણ સહકાર મેળવવા માટેનું સૂચન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શિક્ષણ નિરીક્ષક રણજીતસિંહ ડાભી, ખેડા મદદનીશ શિક્ષણ નિરીક્ષકઓ અને એસ.વી.એસ. કન્વીનર હાજર રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે બાઈકની ચોરી કરેલ ઈસમની ધરપકડ કરાઇ.

ProudOfGujarat

માંગરોળમાં સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં ગૌચરની જમીનના દબાણો સહિતના પ્રશ્નો રજૂ કરાયા

ProudOfGujarat

ગાંધી જયંતિ નિમિત્તે સમગ્ર નર્મદા જિલ્લામાં તા.૨ જી થી તા.૮ મી ઓકટોબર દરમિયાન નશાબંધી સપ્તાહની કરાશે ઉજવણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!