એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળા માં 14 સપ્ટેમ્બર 2022 ના રોજ હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
એમ.આર.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ રાજપીપળા કોલેજના પ્રાચાર્યડૉ.એસ,જી.માંગરોલા સાહેબના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી. જેમાં કોલેજના વિભાગીય અધ્યક્ષ હિન્દી વિભાગના અધ્યાપક તથા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો. આ કાર્યક્રમના પ્રમુખ પદેથી પ્રાચાર્યએ હિન્દી વિષયનું મહત્વ સમજાવતા કહ્યું કે -” હિન્દી ભાષા કે અભાવ મેં હમારા રાષ્ટ્ર્ર ગંગા હૈ “સાથે હિન્દી વિષય ના વિદ્યાર્થીઓએ પણ પોતાના વિચારો રજુ કર્યા હતા. હિન્દી વિભાગના અધ્યાપકો તથા અન્ય અધ્યાપકએ પ્રાસંગિક પ્રવચન કર્યાં હતા.
હિન્દીના ટી.વાય.અને એમ.એ. ના વિદ્યાર્થી ઓએ પણ હિન્દી વિષય પર પોતાના વિચારો રજુ કર્યા. એમ.એ. ની વિદ્યાર્થી ભીલાલા સેવન્તા એ હિન્દી દેશ કે નિવાસી ‘કાવ્યનું સુંદર રીતે પઠાણ કર્યું. હિન્દી વિભાગ ના પ્રો.ડૉ ભારત જે. સોલંકી પ્રો.ડૉ એમ.આર.ભોંયે તથા મનીષાબેન પી.વસાવા એ પ્રાસંગિક પ્રવચન કર્યું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિન્દી વિભાગના પ્રો ડૉ. એમ.આર.ભોંયે એ કર્યું હતું
દીપક જગતાપ,રાજપીપળા