Proud of Gujarat
Uncategorized

નડિયાદ : કપડવંજ ખાતે જિલ્લા કક્ષાનો નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન કાર્યક્રમ યોજાયો.

Share

જિલ્લા વહીવટી તંત્ર ખેડા દ્વારા ૩૬ મી નેશનલ ગેમ્સ બાબતે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય તે હેતુથી અને રમતગમતની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળે તે માટે ૩૬ મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઈન માટે Celebrating Unity Through Sports થીમ અંતર્ગત પારેખ બ્રધર્સ સાયન્સ કોલેજ કપડવંજ ખાતે જીલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલ દ્વારા જિલ્લાના તમામ રમતવીરોને રમત જગતમાં ઉત્કૃષ્ઠ દેખાવ કરવાની શુભેચ્છા આપવામાં આવી અને જિલ્લા કલેટર કે.એલ.બચાણી અને એસપી રાજેશ ગઢીયા દ્વારા બેડમિન્ટન રમત રમીને ખેલાડીઓનો ઉત્સાહ વધારવાનો ઉમદા પ્રયત્ન કરવામાં આવ્યો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે રાજ્યના રમત ગમત ક્ષેત્રે આવેલા માળખાકિય સુધારાઓ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વને શ્રેય આપતા જણાવ્યું કે પ્રતિષ્ઠિત નેશનલ ગેમ્સના આયોજન થકી રમતવીરોને પ્રોત્સાહન મળે છે. ખેડા જિલ્લાના રમતવીરોને રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ઠ દેખાવ કરવાની શુભેચ્છા આપતા જિલ્લા પંચાયત પ્રમુખએ જણાવ્યું કે રાજ્ય સરકાર રમતવીરોને લઈ સતત ચિંતનશીલ છે. તેમણે ગુજરાતમાં ડીએલએસએસ, સેન્ટર ઓફ એક્સેલન્સ, શક્તિદૂત યોજના, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટી, ખેલ મહાકુંભ, સ્પોર્ટ્સ એક્સ્પો સહિત વિવધ સ્પોર્ટ્સ સુવિધાઓની માહિતી આપતા નેશનલ ગેમ્સનો ગુજરાતના ખૂણે ખૂણે પ્રચાર – પ્રસાર કરવા આહવાન કર્યું હતું.

Advertisement

આ પ્રસંગે જિલ્લા કલકટર કે.એલ. બચાણીએ રાજ્ય કક્ષાએ ૧૧માં ખેલ મહાકુંભમાં ખેડા જિલ્લાના ઉત્કૃષ્ટ દેખાવ બદલ જિલ્લાના સ્પોર્ટ્સ અધિકારીઓને બિરદાવ્યા હતા.

આ કાર્યક્રમમાં ફીટ ઇન્ડિયા ઓથ અંતર્ગત ઉપસ્થિત તમામ લોકોએ સ્વર્ય અને પરિવારને તંદુરસ્ત રાખવાની પ્રતિજ્ઞા લીધી. સાથે સાથે જિલ્લા કક્ષાએ વિવિધ રમતોમાં આગવું પ્રદર્શન કરવા બદલ શ્રેષ્ઠ શાળા ઈનામ વિતરણ કરવામાં આવ્યું. ઉપરાંત વોલીબોલ અંડર ૧૪ અને અંડર ૧૭ માટે વ્યાયામ શિક્ષક સાદિકભાઈ મલિકને ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, કપડવંજ નગરપાલિકા પ્રમુખ મોનિકાબેન પટેલ, કપડવંજ પ્રાંત અધિકારી, જીલ્લા યુવા વિકાસ અધિકારી, કપડવંજ કેળવણી મંડળ મંત્રી, અનંતભાઈ શાહ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ, આગેવાનો, રમતવીરો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

રાજપીપલા:નર્મદામાં બાંધકામ ક્ષેત્રે જરૂરી નોંધણી સાથે “U-Win” કાર્ડ અને ઇ-નિર્માણ પોર્ટલની કામગીરી પૂર્ણ કરવા જિલ્લા કલેક્ટરની સૂચના

ProudOfGujarat

મહારાષ્ટ્ર : 35000 ખેડૂત મુંબઈમાં, આ પ્રદર્શન સાથે જોડાયેલ 10 મહત્વપૂર્ણ વાતો

ProudOfGujarat

અંકલેશ્વરમાં પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રપ્રેમની ભાવનાથી ઉજવણી સરકારી કચેરીઓ શાળાઓમાં ધ્વજવંદનના કાર્યક્રમો યોજાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!