Proud of Gujarat
Uncategorized

રાજપીપળા ખાતે નર્મદા, ભરુચ જિલ્લા આશ્રમ શાળા કર્મચારી સંઘના 1000 થી વધુ શિક્ષકો તથા કર્મચારીઓની ધોધમાર વરસતા વરસાદમાં ભવ્ય રેલી યોજી.

Share

આજે રાજપીપળા ખાતે નર્મદા ભરુચ જિલ્લા આશ્રમ શાળા કર્મચારી સંઘના 1000 થી વધુ શિક્ષકો તથા કર્મચારીઓની ધોધમાર વરસતા વરસાદમાં ભવ્ય રેલી નીકળી હતી. આ કર્મચારીઓએ 4200 ગ્રેડ પે, સાતમા પગાર પંચનો લાભ, સળંગ નોકરી, ગૃહ માતા,ગૃહપતિ જોગવાઈની માંગકરી કલેકટર કસીગેરીએ પહોચી મુખ્યમંત્રીને સંબોધીને કલેકટર નર્મદાને આવેદનપત્ર આપ્યું હતું.

આજે રાજપીપળા ખાતે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.ત્યારે આવા વરસતા વરસાદમાં પણ આ કર્મચારીઓએ છત્રી, રેનકોટ, પહેરીને પોસ્ટરો બેનરો અને સૂત્રોચારો સાથે ભવ્ય રેલી કાઢી હતી.

આ પ્રસંગે નર્મદા જિલ્લા આશ્રમશાળા કર્મચારીઓ મંડળના પ્રમુખ રાકેશ ભટ્ટે જણાવ્યું હતું કે અમે 24 કલાક નોકરી કરીએ છીએ છતાં અમને મળવાપાત્ર 4200 નો ગ્રેડ-પે નો લાભ મળતો નથી. વિસંગતતા તો એ છે કે જે બીજા કર્મચારીઓ માત્ર આઠ કલાક નોકરી કરે છે એમને બધા લાભો મળે છે.જ્યારે અમે 24 કલાકની નોકરી કરીએ છીએ છતાં આ લાભો અમને મળતા નથી 4200 ગ્રેડ પે ઉપરાંત સળંગ નોકરી, તેમજ ગૃહપતિ ગૃહમાંતા નથી આપતા. એ ઉપરાંત ધોરણ 9,10 ના શિક્ષકોને પણ અન્યાય થઈ રહ્યો છે. માધ્યમિક શિક્ષકોને 35000 આપવામાં આવે છે. જયારે અમારા શિક્ષકોને માત્ર 25000નો જ પગાર આપવામાં આવે છે. અમારા કર્મચારીને મળવા પાત્ર મૃત્યુ સહાય 8 લાખની મળી જોઈએ તે પણ મળતી નથી. અમને જિલ્લા પંચાયતના કર્મચારીને મળતા દરેક લાભો મળવા જોઈએ. સાતમું પગાર પંચ બધાને મળી ગયું પણ અમને સાત આઠ વર્ષ થયા છતાં હજી સુધી સાતમું પગારનો પણ લાભ મળ્યો નથી. આ બઘી માંગો સાથે અમે વરસતા વરસાદમાં આજે જિલ્લા કલેકટર કચેરીએ પહોંચી જિલ્લા કલેકટરને મુખ્યમંત્રીશને સંબોધીને આવેદનપત્રઆપ્યું છે.અમારી માંગ મુખ્યમંત્રી સ્વીકારે એવી અમારી માંગણી છે.

Advertisement

આજે ધોધમાર વરસતા વરસાદમાં 1,000 થી વધુ આશ્રમ શાળાના શિક્ષકો કર્મચારીઓ છત્રી, રેઇનકોટ પહેરીને રેલીમાં જોડાયા હતા આ રેલી લોક આકર્ષણનું કેન્દ્ર બની હતી.

દીપક જગતાપ, રાજપીપલા


Share

Related posts

અંકલેશ્વર કેશવપાર્ક વિસ્તારમાં આવેલ આંખની હોસ્પિટલ સામેથી દારૂ ઝડપાયો

ProudOfGujarat

રાજપીપળામાં તળાવ ડેવલોપમેન્ટ માટે દબાણો દૂર કરવાની પાલિકાની નોટીસથી ખળભળાટ.

ProudOfGujarat

હાંસોટની હલીમાબીબી ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે કલાત્મક રંગોળી દ્વારા મતદારોને મતદાન કરવાનો અનુરોધ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!