Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા મધ્યાન ભોજન કર્મચારી મંડળ (ભારતીય મજદુર સંઘ સંલગ્ન) દ્વારા પડતર માંગણી બાબતે માંગરોલ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું.

Share

માંગરોલ તાલુકા મઘ્યાહન ભોજન કર્મચારી મંડળના પ્રમુખ મીનાબેન ચીમનભાઈ પરમાર દ્વારા માંગરોલ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ગુજરાત રાજય મધ્યાન ભોજન કર્મચારી સંઘ દ્વારા મુખ્યમંત્રીને આવેદન સાથે રજુઆત કરવામાં આવી છે. આવેદનમાં જણાવ્યા મુજબ તારીખ.૧૫/૦૯/૨૦૨૨ સુધી મઘ્યાહન ભોજન કર્મચારીના પ્રશ્નનો યોગ્ય નિરાકરણ ન આવે તો આગામી તારીખ.૧૯/૦૯/૨૦૨૨ ના રોજ ગાંધીનગર મુકામે ધરણા નો કાર્યકમ તેમજ તારીખ,૨૦/૦૯/૨૦૨૨ થી અચોક્કસ મુદત માટે કેન્દ્ર બંધ કરી ધરણામાં તેમજ બંધમાં જોડાશે.

હાલમાં માસીક વેતન ફકત ૧૬૦૦,૧૪૦૦,૫૦૦ અને ૩૦૦ છે જે મશ્કરી સમાન વેતન ચુકવવામાં આવે છે. અન્ય રાજયમાં મઘ્યાહન ભોજનના કર્મચારીઓને વધુ ચુકવવામાં આવે છે. તો મઘ્યાહન ભોજન કર્મચારીના વેતનમાં વધારો કરી સમાન કામ, સમાન વેતન મુજબ લધુતમ વેતન ચુકવવાની માંગ કરવામાં આવી હતી. રાજય સરકાર દ્વારા હાલ બાળકોને પીરસવામાં આવતા ભોજનનાં બે ભાગ કરી નાસ્તો આપવાનું સુચવાયેલ છે પણ એના માટે કોઇપણ પ્રકારનો નાણાકીય બોજ પાડેલ નથી તો આ માટે અમોને અલગથી જથ્થો અને પેશગી મળી રહે તેવી રજુઆત કરી હતી. હાલની મોંધવારી જોતા આટલા ઓછા ખર્ચમા નાસ્તો તથા ભોજન બનાવવો અશકય હોય નાસ્તો તથા ભોજન બનાવવો અશકય હોય નાસ્તા માટે અલગથી જથ્થો તથા પેશગી ચુકવવાની માંગ કરી હતી. છેલ્લા બે વર્ષમાં કુકીંગ કોષ્ટમાં કોઇપણ પ્રકારનો વધારો થયેલ નથી અને હાલ મોંધવારી સતત વધી રહી છે તો કુકીંગ કોષ્ટમાં મોંઘવારીનાં દર મુજબ વધારો કરી આપવામાં આવે એ જરૂરી છે. કારણ કે બે વર્ષ પહેલા રાંધણગેસના એક બોટલના ભાવ શાકભાજી મરી મસાલા તથા અન્ય ખર્ચના ભાવ ખુબ જ વધી જવાથી ભોજન નાસ્તો આપવો અશકય છે તો અમોને આપવામાં આવતુ કુકીંગ કોસ્ટમાં વધારો કરવા માંગ કરીહતી.આ આવેદન આપવા મધ્યાહન ભોજનના કર્મચારીગણ હાજર રહ્યા હતા.

Advertisement

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

માંગરોળનાં પીપોદરા ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 500 થી વધુ પરપ્રાંતીય કામદારોને જરૂરિયાત મંદોને ભોજન કરાવવામાં આવ્યું.

ProudOfGujarat

સુરત: VCએ 6 લાખમાં રાષ્ટ્રપતિ સાથેની ‘ચોપડી’ છપાવી, 83માંથી 77 ફોટો પોતાના મૂકાવ્યા

ProudOfGujarat

વડોદરાના સયાજીગંજમાં ગાંજા સાથે બે ઇસમો ઝડપાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!